ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ફેબ્રુઆરી 2021
મુંબઈ-અમદાવાદ હાઈવે પર આવેલી હોટલ એક્સપ્રેસ ઇન પોતાના સારા ભોજન માટે જાણીતી છે.ઘણી વખત મુંબઇ વાસીઓ હોટલમાં ભોજનનો સ્વાદ માણવા માટે ગાડી લઈને પરિવાર સહિત જતા હોય છે. હવે તે તમામ લોકો ફસાયા છે.વાત એ છે કે આ હોટેલમાં કામ કરતા 91 કર્મચારીઓની કોરોના ટેસ્ટ કરાવી હતી. જેમાંથી 21 કર્મચારીઓ કોરોના પોઝિટિવ સાબિત થયા છે. આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવ્યા હોવાને કારણે પોલીસ, પ્રશાસન અને હોટલ વાળા ચિંતિત છે. ગત એક મહિના દરમિયાન જે કોઈ વ્યક્તિ આ હોટલમાં ગયા હતા તે તમામ લોકોને શોધવાની કાર્યવાહી ચાલુ છે.
આમ કોરોના ના સમયગાળામાં લાપરવાહીને કારણે આજે અનેક લોકોના જીવન જોખમાયા છે. આથી પોતાના જીભના સ્વાદ પર કંટ્રોલ રાખીને લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ.