News Continuous Bureau | Mumbai
Mumbai House Collapse: મુંબઈ સહિત રાજ્ય અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે. BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ જણાવ્યું કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય એક ઘટનામાં, થાણે શહેરમાં બે રહેણાંક સંકુલ વચ્ચેની દિવાલનો એક ભાગ બુધવારે સવારે એક મોટું વૃક્ષ તેના પર પડતાં તૂટી પડ્યું હતું. પાંચપખારી વિસ્તારમાં આવેલા રહેણાંક સંકુલમાં સવારે 4.30 વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.
આ સમાચાર પણ વાંચો : Johnson & Johnson: જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન બેબી પાઉડરએ…કેન્સરગ્રસ્ત વ્યક્તિને 18.8 મિલિયન ડોલર ચૂકવવા પડશે..