ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ નવી ગાઇડલાઇન મુજબ મુંબઇ શહેરમાં આવતી તમામ હાઉસિંગ સોસાયટી ની પાણીની ટાંકી પ્રતિવર્ષ ન્યૂનતમ બે વાર સાફ કરવી પડશે.આટલું જ નહીં ટાંકી સાફ થઇ ગયા બાદ ટાંકી માં આવેલું નવું પાણી સેમ્પલ તરીકે મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવવું પડશે. આ ઉપરાંત તે સાફ પાણીના નમુના માટે ચકાસણી હેતુ પૈસા પણ ભરવા પડશે.તેનું શિક્ષણ વિજ્ઞાનની શાખા માં હોવું જોઈએ.
આમ મુંબઈ મહાનગરપાલિકાએ પાણીની ટાંકી સંદર્ભે કડક નિયમાવલી બનાવી છે. જે હાઉસિંગ સોસાયટી અનુપાલન નહીં કરે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈ મહાનગર પાલિકાનું માનવું છે કે તેમના દ્વારા સાફ પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે ટાંકી સાફ ન હોવાને કારણે તે પાણી ટાંકી માં બેક્ટેરિયા યુક્ત થઈ જાય છે. આથી આ સમસ્યાનો નિવેડો લાવવા મુંબઈ મહાનગરપાલિકાએ ગાઈડ લાઈન બનાવી છે.
