Mumbai : અરેરેરે.. મુંબઈના બાણગંગા તળાવમાં મૃત માછલી તરતી જોવા મળી, જુઓ વિડિયો અને જાણો શું છે કારણ..

Mumbai Hundreds of dead fish found floating in Banganga tank

Mumbai Hundreds of dead fish found floating in Banganga tank

News Continuous Bureau | Mumbai 

Mumbai : મુંબઈના વાલકેશ્વરમાં ( Walkeshwar ) આવેલા પ્રાચીન તળાવ ( lake ) બાણગંગામાં ( Banganga ) સેંકડો માછલીઓ મૃત  ( Dead fishes )  હાલતમાં મળી આવી છે. અહેવાલો મુજબ પ્રદૂષણના ( pollution ) કારણે માછલીઓનું મૃત્યુ થયું હોય શકે છે. કારણ કે ગયા અઠવાડિયે પિતૃ પક્ષ ( pitru paksha ) વિધિ બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે.

નોંધનીય છે કે, દર વર્ષે પિતૃ પક્ષના અંતિમ દિવસ પછી બાણગંગા કુંડ માં મૃત માછલીઓ જોવા મળે છે. પિતૃ પક્ષ વિધિ દરમિયાન, લોકો તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને પાણીના કુંડમાં ભોજન અર્પણ કરે છે. ધાર્મિક વિધિ દરમિયાન તળાવમાં નાખવામાં આવેલા ખોરાકથી માછલીઓને નુકસાન થાય છે.

આ સમાચાર પણ વાંચો : Viral video : સ્કૂટી બાદ હવે કારનું સનરૂફ ખોલી રોમાન્સ કરતા જોવા મળ્યુ કપલ, કેમેરામાં કેદ થઇ અશ્લીલ ઘટના.. જુઓ વિડીયો..

એક જૂની વાર્તા મુજબ સીતાના અપહરણ પછી જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ તેની શોધમાં ભટકતા હતા ત્યારે તેઓ પણ થોડા દિવસો માટે આ વિસ્તારમાં આવ્યા હતા. તે દરમિયાન જ્યારે તેને તરસ લાગી ત્યારે તેણે જમીનમાં તીર માર્યું અને પછી પાતાળ ગંગા પ્રગટ થઈ. એ જ પાતાળ ગંગા આજે બાણગંગા તરીકે ઓળખાય છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો પોતાના પૂર્વજોની શાંતિ માટે પિંડદાન કરવા આવે છે. આ ઉપરાંત પિતૃ પક્ષ દરમિયાન અહીં શ્રાદ્ધ કરવા આવે છે, ત્યારે લોકો ખાવાની વસ્તુઓ, ફૂલ વગેરે તળાવમાં પધરાવતા હોય છે. જેના કારણે પાણી દૂષિત થાય છે.

Exit mobile version