Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી

Mumbai Cyber Crime:સોશિયલ મીડિયા પર જ્યોતિષના નામે ₹૩૩ લાખની છેતરપિંડી અને બ્લેકમેલિંગનો ભોગ બની હતી મહિલા; આત્મહત્યાનો સંદેશ વાંચતા જ પતિએ હિંમત બતાવી પત્નીને આપ્યો મનોવૈજ્ઞાનિક ટેકો.

Mumbai Husband Saves Wife from Suicide After 1 Hour 45 Minute Phone Call; Fake Astrologer Scams Woman for Rs.33 Lakh

Mumbai Husband Saves Wife from Suicide After 1 Hour 45 Minute Phone Call; Fake Astrologer Scams Woman for Rs.33 Lakh

News Continuous Bureau | Mumbai
Mumbai Cyber Crime:આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર જ્યોતિષ અને સમસ્યા નિવારણના નામે ચાલતા ગોરખધંધાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક અજાણ્યા શખ્સે જ્યોતિષ હોવાનો દાવો કરી ૩૬ વર્ષીય પરિણીત મહિલાનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ તેને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ માનસિક ત્રાસથી કંટાળી મહિલાએ જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેના પતિની સમયસૂચકતાએ ચમત્કાર સર્જ્યો છે.

છેતરપિંડી અને બ્લેકમેલિંગની જાળ

ઘટનાની વિગત મુજબ, મહિલાનો સંપર્ક સોશિયલ મીડિયા પર એક નકલી જ્યોતિષ સાથે થયો હતો. આ શખ્સે પરિવારની સમસ્યાઓ ઉકેલવાના બહાને મહિલા પાસેથી ધીમે ધીમે તેની જીવનભરની બચત અને સોનાના દાગીના મળીને કુલ ₹૩૩ લાખ પડાવી લીધા હતા. એટલું જ નહીં, આરોપીએ મહિલાનું જાતીય શોષણ કરી વાંધાજનક વીડિયો પણ ઉતારી લીધા હતા અને તેના આધારે સતત બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR

૧ કલાક ૪૫ મિનિટનો જીવનરક્ષક સંવાદ

જ્યારે બ્લેકમેલિંગ અસહ્ય બન્યું, ત્યારે મહિલાએ પોતાના પતિને એક માફીનામું અને અંતિમ સંદેશ મોકલી આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. સંદેશ વાંચતા જ પતિ સ્તબ્ધ થઈ ગયો, પણ તેણે પિત્તો ગુમાવવાને બદલે તુરંત પત્નીને ફોન કર્યો.પતિએ સતત ૧ કલાક અને ૪૫ મિનિટ સુધી ફોન પર પત્ની સાથે વાત ચાલુ રાખી. તેણે પત્નીને સમજાવી કે ગમે તેટલી મોટી ભૂલ થઈ હોય, તે તેની સાથે છે. આ મનોવૈજ્ઞાનિક ટેકાને કારણે મહિલાએ આત્મઘાતી ડગલું ભરવાનું માંડી વાળ્યું હતું.

પોલીસ કાર્યવાહી અને સાયબર સેલની તપાસ

ઘરે પહોંચ્યા બાદ પતિએ પત્નીને હિંમત આપી અને બંનેએ મળીને મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરપિંડી, બ્લેકમેલિંગ અને જાતીય શોષણની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સાયબર સેલની મદદથી આરોપીના સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવી રહી છે જેથી તેને વહેલી તકે ઝડપી શકાય.

Manpada Police Trace Lost Mobiles માનપાડા પોલીસની સરાહનીય કામગીરી અધધ ₹4.84 લાખના 32 ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Naupada Housebreaking Case નૌપાડામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો CCTV ફૂટેજના આધારે 2 રીઢા ચોર ઝડપાયા, અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ
Knife Attack Kalina કાલિનામાં ઓનલાઇન ગેમિંગ વિવાદમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની કરી ધરપકડ
Hundreds Of Fish Die In Banganga Tank પિતૃપક્ષ દરમિયાન બાણગંગા તળાવમાં સેંકડો માછલીઓના મોત પાલિકાની તાકીદની બેઠક…
Exit mobile version