Site icon

Mumbai IIT Bombay: IIT બોમ્બેમાં નાટક દરમિયાન ભગવાન રામ અને સીતાનું અપમાન, વિદ્યાર્થીઓ સામે થઇ મોટી કાર્યવાહી; ફટકારાયો અધધ આટલા લાખનો દંડ..

Mumbai IIT Bombay: IIT બોમ્બેએ 31 માર્ચે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્ફોર્મિંગ આર્ટ ફેસ્ટિવલ (PAF) દરમિયાન રામાયણનું અનુકરણ ગણાતા 'રાહોવન' નામના વિવાદાસ્પદ નાટકનું મંચન કરવા બદલ 8 વિદ્યાર્થીઓ પર ભારે દંડ ફટકાર્યો છે.

Mumbai IIT Bombay IIT Bombay fines students up to Rs 1.2 lakh for 'derogatory' Ramayana skit

Mumbai IIT Bombay IIT Bombay fines students up to Rs 1.2 lakh for 'derogatory' Ramayana skit

   News Continuous Bureau | Mumbai

Mumbai IIT Bombay: IIT બોમ્બેએ 31 માર્ચે ઇન્સ્ટિટ્યૂટના પર્ફોર્મિંગ આર્ટ્સ ફેસ્ટિવલ (PAF) દરમિયાન રામાયણનું અનુકરણ ગણાતા વિવાદાસ્પદ નાટક ‘રાહોવન’નું મંચન કરવા બદલ આઠ વિદ્યાર્થીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

Mumbai IIT Bombay:વિદ્યાર્થીઓ ફટકારવામાં આવ્યો દંડ

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, ચાર વિદ્યાર્થીઓમાંથી પ્રત્યેકને 1.2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ દંડની રકમ એક સેમેસ્ટરની ફી જેટલી છે. જુનિયર વિદ્યાર્થીઓ પર 40,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની હોસ્ટેલની સુવિધા પણ છીનવી લેવામાં આવી છે. દંડનું મૂલ્યાંકન 20 જુલાઈ, 2024ના રોજ ડીન ઑફ સ્ટુડન્ટ અફેર્સની ઑફિસમાં કરવામાં આવશે. સંસ્થાએ ચેતવણી આપી હતી કે આ દંડનું કોઈપણ ઉલ્લંઘન વધુ પ્રતિબંધોમાં પરિણમશે.

Mumbai IIT Bombay:એક જૂથે આ નાટક વિરુદ્ધ ઔપચારિક રીતે ફરિયાદ કરી

વાસ્તવમાં ગત 13 માર્ચના રોજ વિદ્યાર્થીઓએ રામાયણ પર આધારિત ‘રાહોવન’ નામના નાટકમાં ભાગ લીધો હતો. આ નાટકને કારણે વિદ્યાર્થીઓના એક વર્ગનો વિરોધ થયો હતો. તેમણે આરોપ લગાવ્યો કે નાટક  હિંદુ ધર્મ તેમજ રામ અને સીતા પ્રત્યે અપમાનજનક છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓના એક જૂથે આ નાટક વિરુદ્ધ ઔપચારિક રીતે ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તે સંપૂર્ણ રીતે હિંદુ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે અને હિંદુ માન્યતાઓ અને દેવી-દેવતાઓનું અપમાન અને  મજાક ઉડાવે છે. તે જ સમયે, કેટલાક વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે નારીવાદને પ્રોત્સાહન આપવાની આડમાં આ નાટકમાં મુખ્ય પાત્રોની મજાક ઉડાવવામાં આવી છે અને સાંસ્કૃતિક મૂલ્યોનું અપમાન કરવામાં આવ્યું  છે. 

Mumbai IIT Bombay:4 જૂને વિદ્યાર્થીઓને દંડની નોટિસ જારી 

નાટકને લગતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને અગાઉ 8મી મેના રોજ શિસ્ત સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં નાટક સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમના મંતવ્યો સાંભળ્યા બાદ સમિતિએ દંડ વસૂલવાની ભલામણ કરી હતી. બાદમાં IIT બોમ્બેએ 4 જૂને વિદ્યાર્થીઓને દંડની નોટિસ જારી કરી હતી.

આ સમાચાર  પણ વાંચો : Sion flyover : મુંબઈના ‘આ’ બ્રિટિશ યુગ મહત્વના પુલ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, મધ્ય રેલવેએ પાલિકાને કરી ખાસ વિનંતી.

Mumbai IIT Bombay:સંસ્થાના પગલાંને આવકાર્યું

આ નોટિસ ‘IIT B ફોર ઇન્ડિયા’ નામના કેમ્પસ ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવી છે. આ જૂથ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવાનો દાવો કરે છે. આ જૂથે નાટકના મંચનનો વિરોધ કરતાં સંસ્થાના પગલાંને આવકાર્યું છે. તેમની પોસ્ટ અનુસાર, નાટકમાં રામાયણને અપમાનજનક રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ ભગવાન રામ, માતા સીતા અને ભગવાન લક્ષ્મણ નો મજાક ઉડાડવા માટે શૈક્ષણિક સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો હતો.

 

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version