Site icon

છત્રી રેનકોટ વગર બહાર નહીં નીકળતાં -આ તારીખથી જોરદાર વરસાદની આગાહી – યલો એલર્ટ જાહેર- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ચોમાસા(Monsoon)નું  આગમન તો મુંબઈ(Mumbai)માં થઈ ગયું છે પણ વરસાદ(Rain) ગાયબ છે. ગુરુવારે મુંબઈમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો. હવે હવામાન ખાતા(IMD)એ રવિવારથી મુંબઈ, થાણે અને પાલઘર વિસ્તારમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. તેમ જ યલો એલર્ટ(Yellow Alert) પણ જાહેર કર્યું છે.

Join Our WhatsApp Community

ગુરુવારે સવારે મુંબઈના અમુક વિસ્તારોમાં વરસાદ પડી ગયો હતો. કુર્લા(Kurla)ના અમુક વિસ્તારમાં પાણી પણ ભરાયા(watrer logged) હતા. દિવસ દરમિયાન મુંબઈમાં કોલાબા(Colaba)માં 18 મિલીમીટર અને સાંતાક્રુઝ(Santa Cruz)માં 11.7 મીલીમીટર જેટલો વરસાદ પડયો હતો. હળવા વરસાદના ઝાપટા બાદ વરસાદ ફરી ગાયબ થઈ ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારી-હવે સ્વીસ નેશનલ બેંકે પણ 2007 બાદ પ્રથમ વખત વ્યાજદર વધાર્યા-જાણો કેટલા પોઈન્ટનો વધારો કર્યો 

હાલ મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો નથી. મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ(cloudy weather) છે પણ જોઈએ એ પ્રમાણેનો વરસાદ નથી. હવે જોકે ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે અને આગામી બે દિવસમાં મુંબઈ, થાણે સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ફરી વરસાદ પડવાનો છે એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

હવામાન ખાતાએ માછીમારો(Fishermen) માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. 20 જૂનથી દરિયામાં નહીં જવાની સલાહ આપી છે. ઉત્તર મહારાષ્ટ્રના કિનારપટ્ટીને લાગીને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે. તે 60 કિલોમીટર પણ થઈ શકે છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version