Site icon

મુંબઈ મહાનગરપાલિકા નો અનોખો પ્રયોગ. હવે દરેક રસ્તા નો ઇતિહાસ મોબાઈલ માં દેખાશે. બસ ક્યૂઆર કોડ સ્કેન કરો અને જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
મુંબઈ પોલીસ તથા બિનસામાજિક સંસ્થા સાથે મળીને મુંબઈ મહાનગરપાલિકા એક અનોખો પ્રોજેક્ટ હાથ ધરી રહી છે.  ‘QR કોડ મેપિંગ પ્રોજેક્ટ’ નામના આ પ્રોજેક્ટ હેઠળ પ્રાયોગિક ધોરણે પાંચ વૉર્ડમાં રસ્તા પર QR કોડ બેસાડવામાં આવશે. જેને મોબાઇલથી સ્કૅન કરવાથી રસ્તાના નામકરણથી લઈને એનો તમામ ઇતિહાસ મોબાઇલમાં મળી જશે.
આ QR કોડ રસ્તા પર આવેલી શેરીઓમાં લગાડવામાં આવશે. લોકો પોતાના મોબાઇલથી આ QR કોડને સ્કૅન કરશે તો તેમને રસ્તાને લગતી તમામ માહિતી મળશે. પ્રાયોગિક ધોરણે પાંચ વૉર્ડમાં સફળતા મળ્યા બાદ મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. 

ગાઝીપુર બૉર્ડર પરથી દિલ્હી પોલીસે હટાવ્યા બૅરિકેડ્સ, ખેડૂતોના નેતા ગભરાયા; ખેડૂતોને કરી આવી અપીલ

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકાની હદમાં 2,200 કિલોમીટરના રસ્તા છે. એમાં સમાજ પ્રત્યે આગવું યોગદાન આપનારી પ્રખ્યાત હસ્તીઓનાં નામ અનેક રસ્તાઓ અને શેરીઓને આપવામાં આવ્યાં છે, જેની મોટા ભાગની જાણ સામાન્ય નાગરિકોને હોતી નથી. એથી QR કોડને કારણે રસ્તાના નામકરણનો ઇતિહાસ પણ લોકો જાણી શકશે.
હાલ મુંબઈના A, D, G – દક્ષિણ, K – પૂર્વ અને T વૉર્ડમાં આ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવવાનો છે.

 

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Emotional scenes in Maharashtra: અજિત પવારના નિધન ને લઈને પરિવાર માં શોક ની લહેર, અનિલ દેશમુખ પણ થઈ ગયા ભાવુક.
Ajit Pawar Plane Crash:વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન, સુપ્રિયો સુલે બારામતી જવા રવાના,અમિત શાહ, પીએમ મોદી એ વ્યક્ત કર્યો શોક
Exit mobile version