Site icon

Mumbai: મુંબઈમાં રેલ્વે પ્લેટફોર્મ પર યુવતીએ કર્યો લેટી લેટીને કર્યો ડાન્સ, હવે પોલીસ સામે માંગવી પડી માફી.. જુઓ વિડીયો..

Mumbai: વાયરલ વીડિયોમાં એક ઈન્ફ્લુએન્સર મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન (CSMT)ના પ્લેટફોર્મ પર બેશુદ્ધ થઈને ડાન્સ કરતી અને પ્લેટફોર્મ પર આવતા-જતા લોકોને હેરાન કરતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. કેટલાક અન્ય વીડિયોમાં પણ તે અલગ-અલગ રેલવે સ્ટેશનો પર આ જ રીતે ડાન્સ કરતી જોવા મળી હતી જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Mumbai Instagram Influencer Apologises After Video Of Vulgar Dance At CSMT Railway Platform Goes Viral, Draws Police Action

Mumbai Instagram Influencer Apologises After Video Of Vulgar Dance At CSMT Railway Platform Goes Viral, Draws Police Action

 News Continuous Bureau | Mumbai

Mumbai: સોશિયલ મીડિયા ( Social Media ) પર ફેમસ થવાની ઘેલછા લોકોને એવી વસ્તુઓ કરવા માટે મજબૂર કરી રહી છે જે કદાચ તેઓએ પહેલા ક્યારેય વિચાર્યું પણ ન હોય. આજકાલ લોકો જ્યાં તક મળે ત્યાં ડાન્સ કરવા લાગ્યા છે. ઘરમાં, બાલ્કનીમાં, ધાબા પર, રસ્તા પર, સ્કૂલ-કોલેજમાં, પરંતુ હવે ભીડવાળા રેલ્વે પ્લેટફોર્મ ( Railway Platform ) પર પણ એક છોકરીએ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તેનો ડાન્સ એટલો વિચિત્ર છે કે તેના વખાણ કરતાં વધારે તેને ટ્રોલ ( Troll ) કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વિડીયો જોવા જેવી સૌથી રસપ્રદ વાત નજીકમાં ઉભેલા લોકોની પ્રતિક્રિયા છે, જેને જોઈને તમે ચોક્કસ હસશો.

Join Our WhatsApp Community

જોકે હવે મુંબઈ ( Mumbai ) ના સીએસએમટી રેલવે સ્ટેશન પર લેટી લેટીને ડાન્સ (  Vulgar Dance ) કરનાર વાયરલ યુવતીને પોલીસ ( Police ) ની માફી માંગવી પડી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવતી પોતાની ભૂલ માટે માફી માંગી રહી છે અને ફરીથી આવું કામ ન કરવાની વાત પણ કરી રહી છે. હકીકતમાં હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં એક છોકરી રેલ્વે સ્ટેશન પર ઉભેલા મુસાફરો ( Passengers ) ની વચ્ચે વિચિત્ર ડાન્સ કરતી જોવા મળી હતી. સુપરહિટ ગીત ‘કુછ કુછ હોતા હૈ’ પર યુવતી ડાન્સ કરતી જોવા મળી હતી. આ જોઈને આસપાસ હાજર લોકો હસવા લાગ્યા. તો કેટલાક લોકોના ચહેરા પર ગુસ્સો દેખાતો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો.

જુઓ વિડીયો 

યુવતીએ માંગી માફી 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘શું ભારતીય રેલવે ( Indian Railway ) પરિસરમાં આ ખેલ ક્યારેય ખતમ થશે?’ માત્ર 21 સેકન્ડનો આ વીડિયો લાખો લોકોએ જોયો હતો. તે જ સમયે, હવે યુવતીએ પોલીસની સામે માફી પણ માંગવી પડી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @mumbaimatterz નામના યુઝરે શેર કર્યો છે.

વાયરલ વીડિયો પર લોકોએ આવી પ્રતિક્રિયા આપી

વાયરલ વીડિયો ( Viral Video ) પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આવા લોકોને જેલમાં ધકેલી દો.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ લોકો પબ્લિસિટી માટે કંઈ પણ કરી શકે છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘માફી માટે જ નહીં, દંડ પણ થવો જોઈએ.’

આ સમાચાર પણ વાંચો : Mumbai Coastal Road: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, 82 ટકા કામ પૂર્ણ, આ તારીખથી શરુ થશે પ્રથમ તબક્કો. જુઓ એરિલય વ્યુ..

Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
Exit mobile version