Site icon

Mumbai: મુંબઈમાં રેસકોર્સ પર આટલા એકરમાં બનશે ઈન્ટરનેશન સેન્ટ્રલ થીમ પાર્ક, CM એકનાથ શિંદેની મોટી જાહેરાત..

Mumbai International Central Theme Park will be built in 320 acres on race course in Mumbai, Chief Minister Eknath Shinde's big announcement.

Mumbai International Central Theme Park will be built in 320 acres on race course in Mumbai, Chief Minister Eknath Shinde's big announcement.

News Continuous Bureau | Mumbai

Mumbai: મહાલક્ષ્મી રેસકોર્સ પર ઇન્ટરનેશનલ સેન્ટ્રલ થીમ પાર્ક વિકસાવવામાં આવવાનું છે. જોકે, તેની સામે બોમ્બે હાઈકોર્ટમાં ( Bombay High Court ) અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે બુધવારે હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે આ થીમ પાર્ક અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

તો આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ( Eknath Shinde ) દૈનિક લોકસત્તાની 76મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સંવાદમાં સ્પષ્ટ કર્યું છે કે આ ( Mahalaxmi Racecourse ) સ્થળે આંતરરાષ્ટ્રીય સેન્ટ્રલ થીમ પાર્કની સ્થાપના કરવામાં આવશે.

 આ પ્રોજેક્ટ માટે અમે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આનું આયોજન કર્યું છેઃ શિંદે..

અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે આ કામ કોર્ટની કાર્યવાહીમાં વધુ પડતુ અટવાઈ ન જાય. તેથી અમે સિંગલ વિન્ડો સ્કીમ શરૂ કરી છે. યુક્રેન-રશિયા યુદ્ધ જેવી વૈશ્વિક ઘટનાઓના પરિણામો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણા લોકોને ભોગવવા પડે છે. તેથી ( International Central Theme Park ) આ પ્રોજેક્ટ માટે અમે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આનું આયોજન કર્યું છે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Mumbai: કુવૈતથી આટલા ભારતીય નાગરિક બોટ લઈને મુંબઈમાં પ્રવેશ્યા, ગેટવે ઑફ ઈન્ડિયા પર શંકાસ્પદ હાલતમાં ધરપકડ… જુઓ વીડિયો

મુંબઈ એક આંતરરાષ્ટ્રીય શહેર છે. મુખ્યપ્રધાન બન્યા બાદ મેં મ્યુનિસિપલ કમિશનરને ફોન કર્યો હતો. તેમને કહ્યું કે આ શહેર ખાડામુક્ત હોવું જોઈએ. એમાં ખોટું શું છે? અમે સૌથી પહેલો નિર્ણય રસ્તાઓનું કોંક્રીટાઇઝેશન ( concretization ) કરવાનો હતો. જેમાં પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. હવે બીજા તબક્કાનું કામ શરૂ થઈ રહ્યું છે. આગામી અઢી વર્ષમાં મુંબઈ સંપૂર્ણ રીતે ખાડામુક્ત થઈ જશે, એમ વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું.

Exit mobile version