Site icon

જે જમીન પર ઉદ્ધવ ઠાકરેને મેટ્રો કારશેડ બનાવવું છે તે જમીન 521 કરોડમાં વેંચાઈ ગઈ. જાણો વિગત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 જાન્યુઆરી 2021 

જ્યારથી મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ છે ત્યારથી મેટ્રો કાર શેડ માટેની જગ્યાને લઈને સતત વિવાદ રહ્યો છે. પહેલા ગોરેગાંવના આરે કોલોનીમાં આ શેડ બનવાનો હતો. પરંતું ઉદ્ધવ ઠાકરેની સરકારે પર્યાવરણ ને નુકશાનકારક ગણાવી તેને કાંજુરમાર્ગમાં સ્થળાંતર કરવાનું એલાન કર્યું હતું. હવે આ જગ્યાને લઈને જે ખબર સામે આવ્યાં છે તેનાથી ઉઘ્ધવ ઠાકરે સરકાર ભોંઠી પડી ગઈ છે. 

Join Our WhatsApp Community

રાજ્ય દ્વારા મેટ્રો કાર શેડ માટે ઉપયોગ કરવાની અપેક્ષા રાખેલી કંજુરમાર્ગ ની જમીન, ખાનગી વ્યક્તિના કબજામાં હતી. જે હવે એક જાણીતા બિલ્ડરે 521 કરોડમાં  ખરીદી લીધી છે. 

ખાનગી વ્યક્તિના કબજામાં રહેલી આ મીઠું ઉત્પન્ન કરવાની જમીન ગોરડીયા નામની વ્યક્તિ પાસે 500 એકર જમીન લીઝ્ડ પર હતી. જેના શાહપોરજી પાલનપુરજી મિસ્ત્રી ગ્રુપે જમીન અને વિકાસના અધિકારો મેળવ્યા છે.  અહીંની 500  એકરમાંથી રાજ્યએ મેટ્રો લાઇન 3 અને 6 માટે 102 એકરનો દાવો કર્યો છે, પરંતુ બોમ્બે હાઈકોર્ટે આ બોલી ફગાવી દીધી છે અને કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની દાવો કરાયેલી સંપત્તિને "છેતરપિંડી" ગણાવી છે.  

અગરિયાની જમીનનો એક ભાગ 1981 પહેલાં આકારણી દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો અને તેનો એક ભાગ 20 નવેમ્બર 1986 ના રોજ માનનીય અધિકાર ક્ષેત્રની હાઈકોર્ટના હુકમનામ મુજબ હસ્તગત કરવામાં આવ્યો હતો. સીઆરઝેડ રેગ્યુલેશન હેઠળની જમીનનો વિકાસ હેતુ માટે ઉપયોગ કરવાની મંજૂરી છે. તે સબમિટ કરાયું હતું, કારણ કે સ્વ.શ્રી ગોર્ધનદાસ એસ ગરોદિયાની જમીન હજુ પણ સીઆરઝેડ નિયમન હેઠળ છે ” એમ જણાવ્યું હતું.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version