Site icon

Mumbai water cut : તળાવોમાં 70% પાણી ભરાયું, જાણો ક્યારે મળશે મુંબઈગરાને પાણી કાપમાંથી રાહત..

Mumbai water cut: મુંબઈમાં પાણી કાપથી પરેશાન લોકોની હાલતમાં રાહતના સમાચાર છે. BMC અધિકારીનું કહેવું છે કે ઓગસ્ટમાં પાણી કાપ દૂર થઈ શકે છે. સાત તળાવોમાંથી અપર વૈતરણા, મધ્ય વૈતરણા અને ભાતસામાં પાણીનો જથ્થો 75 થી 80 ટકા હોય તો મુંબઈમાં પાણી કાપ રદ થઈ શકે છે. Story

Mumbai Lakes Water Level Increase Water Cut Relief From Independence Day

Mumbai Lakes Water Level Increase Water Cut Relief From Independence Day

News Continuous Bureau | Mumbai
Mumbai water cut : ગત 1 જુલાઈથી પાણી કાપનો સામનો કરી રહેલા મુંબઈકરો(Mumbaikars) ને ઓગસ્ટમાં રાહત મળી શકે છે. BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો તમામ સાત સરોવરો, ખાસ કરીને અપર વૈતરણા, મધ્ય વૈતરણા અને ભાતસામાં પાણીનો જથ્થો 75 થી 80 ટકા હોય તો મુંબઈમાં પાણી કાપ(Water cut) રદ કરી શકાય છે. જે રીતે સરોવરોનું જળસ્તર(Water level) વધી રહ્યું છે તે જોતાં એવી ધારણા છે કે 10 થી 15 ઓગસ્ટની વચ્ચે મુંબઈમાં પાણી કાપ રદ કરવાની જાહેરાત થઈ શકે છે.
મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાંથી ચોથો મોડક સાગર ગુરુવારે મોડી રાત્રે ઓવરફ્લો થવા લાગ્યો હતો. અગાઉ તુલસી, વિહાર અને તાનસા તળાવો પણ ઓવરફ્લો થઈ ગયા છે. મુંબઈને પાણી પહોંચાડતા તળાવ વિસ્તારોમાં સતત સારો વરસાદ થઈ રહ્યો છે. શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં, મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં 985130 MLD પાણીનો સંગ્રહ થયો છે, જે તળાવોની કુલ સંગ્રહ ક્ષમતાના 68.06 ટકા છે. મુંબઈને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી તળાવમાંથી દરરોજ 3850 MLD પાણી પૂરું પાડવામાં આવે છે. આ તળાવોની કુલ સંગ્રહ ક્ષમતા 14,47363 MLD છે.

આ સમાચાર પણ વાંચો : Disney+ Hotstar : કરોડો યુઝર્સને ઝટકો! Netflix ના રસ્તે હવે Disney+ Hotstar, કરી શકે છે આ નિર્ણય..

Join Our WhatsApp Community

આઠ દિવસમાં આ ચાર તળાવો ભરાયા

20 જુલાઈએ બપોરે 1.25 વાગ્યે તુલસી તળાવ ઓવરફ્લો થયું હતું.
26મી જુલાઈના રોજ બપોરે 12:48 વાગ્યે વિહાર તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું હતું.
26 જુલાઈના રોજ સવારે 4:35 વાગ્યે તાનસા તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું.
મોડક સાગર પણ 27 જુલાઈએ રાત્રે 10.52 કલાકે ઓવરફ્લો થયો હતો.

28 જુલાઈના રોજ તળાવોમાં પાણીનો જથ્થો
વર્ષ 2023 – 8,52,957 MLD – 68.06 ટકા
વર્ષ 2022 – 1276116 MLD – 88.17 ટકા
વર્ષ 2021 – 1013870 MLD – 70.05 ટકા

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version