Site icon

મુંબઈના આ પોશ વિસ્તારમાં સ્થિત સુપર માર્કેટમાં લાગી ભીષણ આગ- લાખોનો સામાન બળીને ખાખ- જુઓ વિડીયો જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

મુંબઈના પવઈ(Powai) હિરાનંદાની(Hiranandani) વિસ્તારમાં આજે વહેલી સવારે આગ(Fire) ફાટી નીકળી છે. પ્રાથમિક જાણકારી મુજબ પવઈના રહેણાંક વિસ્તાર હિરાનંદાનીના મુખ્ય માર્ગ પર સ્થિત હાઈકો સુપર માર્કેટ(Haiko supremarket)માં આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લેવલ 2 આગની ઘટના છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ(fire brigade)ની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર ટેન્ડરો(Fire tendor)એ આગને કાબુમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે સદનસીબે અત્યાર સુધી આ આગમાં કોઈના ફસાયેલા કે ઘાયલ થયાના સમાચાર આવ્યા નથી. પરંતુ લાખોની કિંમતનો સામાન બળીને રાખ થઈ ગયો છે.

Join Our WhatsApp Community

 

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારને મુંબઈનો સૌથી પોશ વિસ્તાર માનવામાં આવે છે. અહીં, સોસાયટી સાથે વહીવટીતંત્ર ફાયર સેફ્ટી માટે શક્ય તમામ વ્યવસ્થા કરે છે. આ પછી પણ આવી આગની ઘટના બનવી ચિંતાનો વિષય છે. જોકે માર્કેટમાં આગ કેવી રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી. 

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર – કોરોનાના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના સમયગાળામાં સરકારે કર્યો ફેરફાર- હવે 9 નહી પરંતુ આટલા મહિના બાદ લઇ શકશો બૂસ્ટર ડોઝ

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version