Mumbai Local mega block : મુંબઈમાં રવિવારે મેગા બ્લોક, સેન્ટ્રલ અને હાર્બર લાઇનની લોકલ ટ્રેન સેવાઓ થશે પ્રભાવિત; ચેક કરો શેડ્યુલ.. 

  Mumbai Local mega block : રવિવાર એટલે રજાનો દિવસ… જોકે આવતીકાલે રેલવેની ત્રણેય લાઇન પર 08-12-2024 ના રોજ મેગાબ્લોક હાથ ધરાશે. આ બ્લોક દરમિયાન વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણીના કામો હાથ ધરવામાં આવશે. 

Mumbai Local mega block Central Railway announces mega block on Harbour, Main lines

Mumbai Local mega block Central Railway announces mega block on Harbour, Main lines

News Continuous Bureau | Mumbai

Mumbai Local mega block : મુંબઈમાં  લોકલ ટ્રેન દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર છે. જો તમે રવિવારે લોકલ ટ્રેનમાં સફર મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ઘરેથી નીકળતા પહેલા સમયપત્રક જરૂર તપાસો. નહિંતર તમને મુસાફરી દરમિયાન હાલાકી થશે. કારણ કે સેન્ટ્રલ અને હાર્બર રેલવે લાઇન પર રવિવારે મેગાબ્લોક લેવામાં આવશે.

Join Our WhatsApp Community

સેન્ટ્રલ રેલવે લાઇન પરના ટ્રેક અને સિગ્નલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામીના સમારકામ માટે રવિવારે મેગાબ્લોક રાખવામાં આવશે. મધ્ય રેલવેની માટુંગા-મુલુંડ અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર મેગાબ્લોક લેવામાં આવશે. તો હાર્બર લાઇન પર, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ચુનાભટ્ટી/બાંદ્રા સ્ટેશનો વચ્ચે મેગાબ્લોક બાંધવામાં આવશે અને પશ્ચિમ રેલવે લાઇન પર શનિવારે રાત્રે બ્લોક લેવામાં આવશે.

Mumbai Local mega block : સેન્ટ્રલ રેલવે લાઇન પર આ રીતે મેગાબ્લોક રહેશે –

સેન્ટ્રલ રેલવે લાઇન પર માટુંગા-મુલુંડ અપ અને ડાઉન એક્સપ્રેસ પર રવિવારે સવારે 11.30 થી બપોરે 3.30 વાગ્યા સુધી 4 કલાકનો મેગાબ્લોક લેવામાં આવશે. સેન્ટ્રલ રેલ્વે પરના બ્લોક દરમિયાન, સીએસએમટીથી સવારે 10.58 થી બપોરે 3.10 વાગ્યા સુધી ઉપડતી ડાઉન ફાસ્ટ લોકલને માટુંગા સ્ટેશનથી સ્લો લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. જો કે, માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચે આ લોકલ તેમના નિર્ધારિત સ્ટોપ પર ઉભી રહેશે. સવારે 11.25 થી બપોરે 3.27 વાગ્યાની વચ્ચે થાણેથી ઉપડતી અપ એક્સપ્રેસ લોકલને મુલુંડ, માટુંગા સ્ટેશનો વચ્ચે અપ સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે.

Mumbai Local mega block : હાર્બર રેલ્વે લાઇન પર આ રીતે મેગાબ્લોક રહેશે –

રવિવારે હાર્બર રેલ્વે લાઇન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને ચુનાભટ્ટી/બાંદ્રા સ્ટેશનો વચ્ચે મેગાબ્લોક હાથ ધરવામાં આવશે. આ મેગા બ્લોક સવારે 11.10 થી સાંજે 4.40 વાગ્યા સુધી હશે. વિવિધ ટેકનિકલ અને મેન્ટેનન્સના કામો માટે મેગાબ્લોક લેવામાં આવશે. ઉપરાંત, વાશી/બેલાપુર/પનવેલ માટે ઉપડતી લોકલ સેવાઓ હાર્બર રૂટ પર સવારે 11.16 થી સાંજે 4.47 સુધી ચાલુ રહેશે. CSMT થી બાંદ્રા/ગોરેગાંવ માટે ઉપડતી લોકલ સેવાઓ પણ તે જ સમયે ચાલુ રહેશે. તેથી, પનવેલ/બેલાપુર/વાશીથી સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી મુંબઈ સીએસએમટી સાથે ગોરેગાંવ/બાંદ્રાથી સવારે 10.45 થી સાંજે 5.13 વાગ્યા સુધી સીએસએમટીની દિશામાં ઉપડતી લોકલ સેવાઓ બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો: Mahavikas Aghadi : મહાવિકાસ આઘાડીમાં ભંગાણ, આ પાર્ટીએ ગઠબંધનમાંથી અલગ થવાની કરી જાહેરાત

Mumbai Local mega block :  પશ્ચિમ રેલ્વે પર શનિવાર નાઇટ બ્લોક –

શનિવારે રાત્રે પશ્ચિમ રેલવે લાઇન પર બ્લોક રહેશે. સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે શનિવારે મધ્યરાત્રિએ 5મી અને 6ઠ્ઠી લાઈનો પર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક સિગ્નલ સિસ્ટમની જાળવણી અને સમારકામ માટે લેવામાં આવશે. શનિવારે રાતે 11.30 વાગ્યાથી રવિવારે વહેલી સવારે 3.30 વાગ્યાની વચ્ચે બ્લોક લેવામાં આવશે.

Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Mumbai Airport: ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ મુંબઈ એરપોર્ટ પર ૫ લોકો પાસેથી મોટી માત્રામાં હાઇડ્રોપોનિક વીડ જપ્ત, શું છે તેની કિંમત?
Exit mobile version