Site icon

Mumbai Local mega block : રવિવારે ઘરની બહાર નીકળતા પહેલા વાંચો આ સમાચાર; આ રૂટ પર રહેશે મેગાબ્લોક.. ચેક કરો શેડ્યૂલ

 Mumbai Local mega block : રવિવારે મધ્ય રેલવે લાઇન પર માટુંગાથી મુલુંડ અપ અને ડાઉન સ્લો રૂટ પર સવારે 11.05 થી બપોરે 3.55 વાગ્યા સુધી બ્લોક રહેશે. તો કુર્લાથી વાશી વચ્ચે હાર્બર રેલ્વે લાઇન પર સવારે 11.10 થી સાંજે 04.10 વાગ્યા સુધી અપ અને ડાઉન રૂટ  બ્લોક રહેશે. આ સમયગાળા દરમિયાન CSMT થી વાશી/બેલાપુર/પનવેલ અપ અને ડાઉન લોકલ સેવાઓ રદ કરવામાં આવશે.

Mumbai Local mega block Central Railway announces mega block on Harbour, Main lines

Mumbai Local mega block Central Railway announces mega block on Harbour, Main lines

News Continuous Bureau | Mumbai

Mumbai Local mega block : મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરતા નાગરિકો માટે મહત્વના સમાચાર છે. રેલવેની ત્રણેય લાઇન પર રવિવારે મેગા બ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવેની મુખ્ય અને હાર્બર લાઇન પર એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામ માટે અને પશ્ચિમ રેલવે પર ગર્ડર બનાવવાના કામ માટે રવિવારે મેગાબ્લોક રાખવામાં આવશે. તેથી, રવિવાર મુસાફરો માટે કષ્ટદાયક બની શકે છે.

Join Our WhatsApp Community

Mumbai Local mega block : સેન્ટ્રલ રેલવે પર મેગા બ્લોક 

સેન્ટ્રલ રેલવેના માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચે રવિવારે અપ અને ડાઉન રૂટ પર સવારે 11.05 વાગ્યાથી બપોરે 3.55 વાગ્યા સુધી બ્લોક રહેશે. તેથી, બ્લોક સમયગાળા દરમિયાન માટુંગા અને મુલુંડ વચ્ચેના અપ અને ડાઉન રૂટ પરની લોકલ સેવાઓને એક્સપ્રેસ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે.  આ લોકલ સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશન પર રોકાશે. તો વિદ્યાવિહાર, કાંજુરમાર્ગ, નાહૂર સ્ટેશનો પર લોકલ સેવા ઉપલબ્ધ રહેશે નહીં.

Mumbai Local mega block : હાર્બર રેલવે પર મેગા બ્લોક 

દરમિયાન હાર્બર લાઇન પર કુર્લા અને વાશી વચ્ચે અપ અને ડાઉન લાઇન પર સવારે 11.10 થી સવારે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. CSMT થી વાશી/બેલાપુર/પનવેલ અપ અને ડાઉન લોકલ સેવાઓ આ સમયગાળા દરમિયાન રદ કરવામાં આવશે. બ્લોક સમયગાળા દરમિયાન CSMT થી કુર્લા અને કુર્લા થી પનવેલ/વાશી વચ્ચે વિશેષ લોકલ સેવાઓ ચલાવવામાં આવશે. હાર્બર રૂટના મુસાફરોને સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી થાણેથી વાશી/નેરુલ સ્ટેશનો સુધી મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai local night block :યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. આજે પશ્ચિમ રેલવે પર 12 કલાકનો મેગા બ્લોક; ચેક કરો શેડ્યૂલ..

Mumbai Local mega block : પશ્ચિમ રેલવે પર મેગા બ્લોક 

તો બીજી તરફ પુલના પુનઃનિર્માણ માટે જોગેશ્વરી અને ગોરેગાંવ વચ્ચે પશ્ચિમ રેલવે પર અપ અને ડાઉન ધીમી લાઇન પર 12 કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોક શનિવારે મધરાત 11.30 થી રવિવારે સવારે 11.30 વાગ્યા સુધી લેવામાં આવશે. રામ મંદિર ખાતે કોઈ ટ્રેન રોકાશે નહીં કારણ કે બ્લોક સમયગાળા દરમિયાન અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર અંધેરી અને ગોરેગાંવ/બોરીવલી વચ્ચે અપ અને ડાઉન ધીમી લાઇન સેવાઓ ચલાવવામાં આવશે.

મધ્ય રેલવેથી ઉપડતી તમામ હાર્બર રૂટની સેવાઓ માત્ર અંધેરી સુધી જ ચાલશે. ઉપરાંત, કેટલીક ચર્ચગેટ-ગોરેગાંવ ધીમી લોકલ રદ કરવામાં આવશે અને અંધેરીથી પુનઃસ્થાપિત કરવામાં આવશે.

 

 

 

Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
Savarkar Literature Study Circle: વરિષ્ઠ પત્રકાર સ્વપ્નિલ સાવરકરની સાવરકર સાહિત્ય અભ્યાસ મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક
Mumbai: મુંબઈ માટે ‘હાઈ ટાઈડ’ એલર્ટ! આગામી ૪ દિવસ દરિયાકિનારે જવાનું ટાળો, BMC એ જરૂરી સૂચનાઓ આપી
Dharavi extortion case: ધારાવીમાં BMC અધિકારી બનીને નાના વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતી ગેંગ: 1 ઝડપાયો, 3 ફરાર
Exit mobile version