Site icon

Mumbai local Mega Block : મુંબઈગરાઓ રવિવારે ઘર છોડતા પહેલા વાંચો આ સમાચાર, રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક.. લોકલ ટ્રેન થશે રદ્દ

Mumbai local Mega Block : રેલ્વેએ આવતીકાલે એટલે કે રવિવારે બે લાઇન પર મેગા બ્લોકની જાહેરાત કરી છે. આ બ્લોક દરમિયાન કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. આથી રેલવે પ્રશાસને અપીલ કરી છે કે મુસાફરોએ સમયપત્રક જોઈને જ મુસાફરી કરવી જોઈએ.

Mumbai local Mega Block Mumbai Local Train Services to Be Affected on Central and Western Lines

Mumbai local Mega Block Mumbai Local Train Services to Be Affected on Central and Western Lines

News Continuous Bureau | Mumbai

Mumbai local Mega Block : જો તમે રવિવારે એટલે કે રજાના દિવસે ટ્રેનમાં ( Local Train ) મુસાફરી કરવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે રવિવારે મુસાફરી કરતા પહેલા તમારે ટ્રેનના શિડ્યુલ ( Schedule ) વિશે જાણવું જરૂરી છે. કારણ કે રેલ્વેએ આવતીકાલે એટલે કે રવિવારે બે લાઇન પર મેગા બ્લોકની જાહેરાત કરી છે. આ બ્લોક દરમિયાન કેટલીક લોકલ ટ્રેનો રદ ( Train Cancelled )  કરવામાં આવી છે. આથી રેલવે પ્રશાસને અપીલ કરી છે કે મુસાફરોએ સમયપત્રક જોઈને જ મુસાફરી કરવી જોઈએ.

Join Our WhatsApp Community

થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક

મધ્ય રેલવે ( Central Railway ) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે થાણે અને કલ્યાણ વચ્ચે મેગાબ્લોક લેવામાં આવશે. જ્યારે પશ્ચિમ રેલવે લાઇન પર માહિમ અને સાંતાક્રુઝ વચ્ચે બ્લોક લેવામાં આવશે. હાર્બર અને ટ્રાન્સહાર્બર પર કોઈ બ્લોક લેવામાં આવશે નહીં.

લોકલ ટ્રેનો કેન્સલ થશે

મધ્ય રેલવેની થાણેથી કલ્યાણ અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર રવિવારે મેગાબ્લોક લેવામાં આવશે. આ મેગા બ્લોક સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી રહેશે. બ્લોક સમય દરમિયાન ફાસ્ટ રૂટ પર ચાલતી લોકલ ટ્રેનોને સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. આ કારણે કેટલીક લોકલ ટ્રેનો કેન્સલ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Russia-Ukraine War: ચાલી રહી હતી મીટીંગ, વચ્ચે એક વ્યક્તિએ ખિસ્સામાંથી ગ્રેનેડ કાઢ્યો, પછી થયો ધમાકો, જુઓ વિડીયો


પશ્ચિમ રેલવે લાઇન પર મેગા બ્લોક

દરમિયાન, કલ્યાણ દિશામાં પહોંચવા માટે થાણે સ્ટેશન પર પદયાત્રી પુલનો ગર્ડર નાખવામાં આવશે. તે પાયા બાંધવા માટે મધ્ય રેલવેએ પાંચમા-છઠ્ઠા રૂટ અને ટ્રાન્સ હાર્બર રૂટ પર શનિવારે રાત્રે 10.10 વાગ્યાથી રવિવારે સવારે 5.30 વાગ્યા સુધી બ્લોક જાહેર કર્યો છે. થાણેથી પનવેલ છેલ્લી લોકલ રાત્રે 9.52 કલાકે રહેશે.

Mumbai Local: બદલાશે મુંબઈ લોકલનો ચહેરો: સ્વયંસંચાલિત દરવાજાવાળી નોન-એસી ટ્રેન દોડાવવા કેન્દ્ર સરકારની તૈયારી
Mumbai: મુંબઈ મનપા ચૂંટણી પહેલા મોટો ફેરફાર: માલાડ-કુર્લામાં ૫૦% વોર્ડનો વધારો, શહેરમાં કુલ ૧૨.૬૭% નો વધારો!
Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
Savarkar Literature Study Circle: વરિષ્ઠ પત્રકાર સ્વપ્નિલ સાવરકરની સાવરકર સાહિત્ય અભ્યાસ મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક
Exit mobile version