Site icon

Mumbai Local mega block: મુંબઈમાં રવિવારે મેગા બ્લોક, સેન્ટ્રલ અને હાર્બર લાઇનની લોકલ ટ્રેન સેવાઓ થશે પ્રભાવિત; ચેક કરો શેડ્યુલ..

Mumbai Local mega block: મધ્ય રેલ્વેના મુંબઈ વિભાગે તેના ઉપનગરીય વિભાગો પર મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ અને જાળવણી કાર્યો માટે રવિવાર, 16 માર્ચ 2025 ના રોજ મેગા બ્લોકની જાહેરાત કરી છે.

Mumbai Local mega block Mumbai Local Train Services To Be Affected on Harbour, Trans harbour Lines; Check Details

Mumbai Local mega block Mumbai Local Train Services To Be Affected on Harbour, Trans harbour Lines; Check Details

News Continuous Bureau | Mumbai

Mumbai Local mega block: રવિવાર એટલે રજા, અને તે રજાના દિવસોમાં બહાર ફરવા જવાના પ્લાન બનતા હોય છે.  જો તમે પણ રવિવારે મુંબઈમાં ક્યાંક જવાનું વિચારી રહ્યા છો  શું તમે રવિવારે બહાર જવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટ્રેનનું સમયપત્રક તપાસો. કારણ કે રવિવારે રેલ્વે ટ્રેક અને ટેક્નિકલ કામો અને મેન્ટેનન્સ રિપેરિંગ માટે પશ્ચિમ રેલ્વે સિવાય મધ્ય અને હાર્બર રેલ્વે લાઈન પર મેગા બ્લોક લેવામાં આવશે.  

Join Our WhatsApp Community

દર રવિવારની જેમ, 16 માર્ચ (રવિવાર) ના રોજ રેલ્વે સમયપત્રકમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, અને સેન્ટ્રલ અને હાર્બર રેલ્વે લાઇન પર મેગા બ્લોક લાદવામાં આવશે. જોકે, પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને રાહત આપી છે અને અહીં મેગા બ્લોકનું સંચાલન કરવામાં આવશે નહીં. 

Mumbai Local mega block: સેન્ટ્રલ અને હાર્બર રેલ્વે પર મેગા બ્લોકને કારણે ફેરફારો

સેન્ટ્રલ રેલ્વે પર  મેગા બ્લોક સવારે  10.40 થી બપોરે 3.40  વાગ્યા સુધી થાણે અને કલ્યાણ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર મેગા બ્લોક રહશે. આ બ્લોક દરમિયાન, ફાસ્ટ-ટ્રેક રેલ ટ્રાફિક ધીમી-ટ્રેક લાઇનો પર ચલાવવામાં આવશે. જેના કારણે ટ્રેનો નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછી 10 મિનિટ મોડી દોડશે. મધ્ય રેલ્વે લાઇન પર સીએસએમટી અને દાદર સ્ટેશનોથી ઉપડતી લોકલ અને લાંબા અંતરની ટ્રેનોને કલ્યાણથી થાણે-વિક્રોલી તરફ પાંચમા અને છઠ્ઠા ટ્રેક પર વાળવામાં આવશે.

Mumbai Local mega block: હાર્બર રેલ્વે પર ટ્રાફિક બંધ…

રવિવારે હાર્બર રેલવે લાઇન પર પનવેલ અને વાશી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન લાઇન પર બ્લોક રહેશે. આ સમય દરમિયાન, સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી બ્લોક લાગુ કરવામાં આવશે. બ્લોક દરમિયાન વાશી અને પનવેલ સ્ટેશનો વચ્ચેનો તમામ લોકલ ટ્રાફિક બંધ રહેશે. દરમિયાન, ટ્રાન્સ હાર્બર રૂટ પર નેરુલ અને પનવેલ વચ્ચે લોકલ સેવાઓ રદ્દ રહેશે. દરમિયાન, CSMT થી વાશી સુધીની મુસાફરી માટે ખાસ લોકલ ટ્રેનો ચલાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Adani Group Motilal Nagar : ધારાવી બાદ હવે ગોરેગાંવનો આ વિસ્તાર પણ ગૌતમ અદાણી કરશે રીડેવલ્પ; લગાવી સૌથી વધુ બોલી ..

 ટ્રેનોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે, આ સમય દરમિયાન કેટલાક સ્ટેશનો પર મુસાફરોને ભીડનો સામનો કરવો પડી શકે છે. તેથી, રવિવારની સફરનું અગાઉથી આયોજન કરવું શ્રેષ્ઠ છે.

Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Amit Satam: “કહો, આ મતચોરી છે કે વોટ જિહાદ?”; ભાજપનો વિપક્ષને કટાક્ષભર્યો સવાલ, આપ્યા આંકડા
Sakinaka murder: મુંબઈ: ખાવાનું ન લાવવા બદલ ૪ ટેક્સી ડ્રાઇવરોએ પોતાના જ સાથીને ઢોર માર મારીને હત્યા કરી, વિસ્તારમાં ખળભળાટ
Exit mobile version