Site icon

રવિવારે દિવાળીની શોપિંગ માટે બહાર છો – તો વાંચો આ સમાચાર – રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક

News Continuous Bureau | Mumbai

જો તમે રવિવારે(Sunday) દિવાળીની શોપિંગ (Diwali Shopping) માટે બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારી માટે મહત્વના સમાચાર છે. મુંબઈ ઉપનગરીય રેલવે લાઈન પર સમારકામ અને તકનીકી કાર્ય (Maintanance work) માટે મધ્ય રેલવે (Central Railway) આવતીકાલે એટલે કે રવિવાર, 16મી ઑક્ટોબર 2022ના રોજ મેગા બ્લોકનું સંચાલન કરશે. 

Join Our WhatsApp Community

સેન્ટ્રલ રેલવે લાઇન પર સવારે 11.05 વાગ્યાથી બપોરે 3.45 વાગ્યા સુધી માટુંગા(Matunga) થી થાણે ધીમી લાઇન(Thane slow line) પર મેગા બ્લોક રહેશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) મુંબઈથી સવારે 10.14 થી બપોરે 3.18 વાગ્યાની વચ્ચે ઉપડતી ધીમા રૂટ પરની ટ્રેનોને માટુંગા અને થાણે સ્ટેશનો વચ્ચેના ફાસ્ટ રૂટ(Fast rout) પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ અને થાણે સ્ટેશનો પર થોભશે.

આ સમાચાર પણ વાંચો:   જિમમાં યુવતીઓ આમને-સામને- કસરત કરવા બાબતે જામી પડી- એકબીજાના ખેંચ્યા વાળ- જુઓ વિડીયો 

તેવી જ રીતે સવારે 10.25 થી બપોરે 3.10 વાગ્યા સુધી કલ્યાણ(Kalyan) થી ઉપડતી ધીમી ટ્રેનોને થાણેથી માટુંગા વચ્ચેના એક્સપ્રેસ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે, માટુંગા ખાતે ધીમા રૂટ પર ડાયવર્ટ થતા પહેલા થાણે, મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને સાયન ખાતે થોભશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે 11.00 થી સાંજના 5.00 વાગ્યાની વચ્ચે ઉપડનારી/આવનારી તમામ લોકલ નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી પહોંચશે.

હાર્બર રૂટ(Harbour route) પર મેગાબ્લોક

પનવેલ-વાશી હાર્બર રૂટ પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે.

પનવેલથી ઉપડતી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ જતી ટ્રેનો સવારે 10.33 થી બપોરે 3.49 વાગ્યા સુધી અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી પનવેલ/બેલાપુર જતી સવારે 9.45 થી બપોરે 3.12 વાગ્યા સુધી રદ રહેશે.

સવારે 11.02 વાગ્યાથી બપોરે 3.53 વાગ્યા સુધી પનવેલથી ઉપડનારી થાણે તરફ જતી ટ્રાન્સહાર્બર રૂટની ટ્રેનો અને સવારે 10.01 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી થાણેથી પનવેલ જતી ટ્રાન્સહાર્બર રૂટની ટ્રેનો રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો:  મોટા સમાચાર – મુંબઈમાં હવે ડ્રાઇવર સહિત આ લોકો માટે પણ સીટ બેલ્ટ ફરજીયાત- ટ્રાફિક પોલીસે જારી કર્યો આદેશ

બ્લોક સમયગાળા દરમિયાન ઉપનગરીય ટ્રેનો બેલાપુર/નેરુલ અને ખારકોપર વચ્ચે સમયપત્રક મુજબ દોડશે.

બ્લોક સમયગાળા દરમિયાન ટ્રાન્સહાર્બર લાઇન સેવા થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે ઉપલબ્ધ રહેશે.

બ્લોક સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ-વાશી સેક્શન પર વિશેષ ઉપનગરીય ટ્રેનો દોડશે.

 

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version