Site icon

Mumbai Local Mega Block : રવિવારે સેન્ટ્રલ અને હાર્બર રેલ્વે લાઈનો પર રહેશે મેગા બ્લોક, ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો શેડ્યૂલ..

Mumbai Local Mega Block : રેલ્વે વિભાગે રવિવારે એટલે કે આવતીકાલે મુંબઈના ત્રણેય રૂટ પર બ્લોકની જાહેરાત કરી છે. જેથી લોકલ 20 મિનિટ મોડી દોડશે.

Mumbai: Mega block on Central and Harbour lines on Sunday; check details here

રવિવારે બહાર ફરવા જવાના છો? તો વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

News Continuous Bureau | Mumbai
Mumbai Local Mega Block : વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો કરવા માટે રેલવે રવિવારે સેન્ટ્રલ અને હાર્બર લાઇન પર મેગાબ્લોક લેશે. પશ્ચિમ રેલવેના રૂટ પરના મુસાફરોને રાહત રહેશે કારણ કે આ રૂટ પર કોઈ બ્લોક લેવામાં આવશે નહીં.

સેન્ટ્રલ અને હાર્બર લાઇન પર સેન્ટ્રલ રેલવે દ્વારા રવિવારે (9 જુલાઈ) મેગાબ્લોક લેવામાં આવશે. જો તમે રવિવારે બહાર જવાનું વિચારી રહ્યા છો, તો ટ્રેનનું શિડ્યુલ ચેક કરો અને પછી જ બહાર જવાનો પ્લાન બનાવો. રેલવે દ્વારા કહેવાયું છે કે આ મેગાબ્લોક એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો માટે લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

મધ્ય રેલવે લાઈન પર બ્લોક

મધ્ય રેલવે લાઈન(Central railway line) પર વિદ્યાવિહાર – થાણે 5મી અને 6ઠ્ઠી લાઇન સવારે 11.30 થી બપોરે 3.30 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. બ્લોક સમયગાળા દરમિયાન લોકમાન્ય તિલક ટર્મિનસ(CSMT) થી ઉપડતી/આવતી ડાઉન અને અપ મેલ/એક્સપ્રેસ ટ્રેનોને થાણે અને વિદ્યાવિહાર (Vidhyavihar) વચ્ચે, ડાઉન અને અપ એક્સપ્રેસ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને તે નિર્ધારિત સમય કરતાં 10 થી 15 મિનિટ મોડી પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : Adipurush : આદિપુરુષ વિવાદ પર ડાયલોગ રાઇટર મનોજ મુન્તાશીરે માંગી માફી, ટ્વીટ કરીને કહી આ વાત

હાર્બર રેલવે લાઈન પર બ્લોક

હાર્બર રૂટ(Harbour route) કુર્લા – વાશી અપ અને ડાઉન રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 સુધી મેગાબ્લોક(Mega block) રહેશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી પનવેલ/બેલાપુર/વાશી સુધીના હાર્બર રૂટ પર સવારે 10.34 થી બપોરે 3.36 વાગ્યા સુધી સેવા રદ રહેશે. અપ હાર્બર રૂટ પર વાશી/બેલાપુર/પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ જતી સેવાઓ સવારે 10.16 થી બપોરે 3.47 વાગ્યા સુધી રદ રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ – કુર્લા અને પનવેલ – વાશી વચ્ચે વિશેષ લોકલ ટ્રેનો ચલાવવામાં આવશે.
હાર્બર રૂટ પરના મુસાફરોને સવારે 10.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી થાણે-વાશી/નેરુલ થઈને ટ્રાન્સહાર્બર રૂટ પર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. તેથી નેરુલથી બેલાપુરથી ખારકોપર માર્ગ પર કોઈ બ્લોક રહેશે નહીં.

આ મેગા બ્લોક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવણી અને સુરક્ષા માટે જરૂરી છે. રેલવે પ્રશાસને મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version