Site icon

Mumbai Local Mega Block : હોળીના દિવસે એટલે કે રવિવારે મુંબઈ લોકલના આ રૂટ પર રહેશે મેગાબ્લોક! ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો શેડયુલ..

Mumbai Local Mega Block : મધ્ય રેલવે પર વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો પૂર્ણ કરવા માટે રવિવારે મેગા બ્લોક લેવામાં આવશે. માટુંગા-મુલુંડ અપ અને ડાઉન સ્લો રૂટ સવારે 11.05 થી બપોરે 3.55 વાગ્યા સુધી જ્યારે કુર્લાથી વાશી વચ્ચેના અપ અને ડાઉન હાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી બ્લોક રહેશે.

Mumbai Local Mega Block Train Services to be Affected on Central Line On Sunday

Mumbai Local Mega Block Train Services to be Affected on Central Line On Sunday

News Continuous Bureau | Mumbai 

Mumbai Local Mega Block : ઉપનગરીય રેલવે લાઇન પરના ટ્રેક રિપેર કરવા અને સિગ્નલ સિસ્ટમમાં કેટલીક ટેકનીકલ કામગીરી હાથ ધરવા માટે રવિવારે (24મી) મેગાબ્લોક લેવામાં આવશે. રવિવારે મધ્ય રેલવેની માટુંગા-મુલુંડ અપ અને ડાઉન ધીમી લાઇન પર જ્યારે કુર્લા-વાશી અપ અને ડાઉન હાર્બર લાઇન પર મેગાબ્લોક લેવામાં આવશે. જોકે પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગમાં કોઈ બ્લોક રહેશે નહીં.

Join Our WhatsApp Community

 મધ્ય રેલવે

ક્યાં: માટુંગા-મુલુંડ અપ અને ડાઉન સ્લો રૂટ.

ક્યારે: સવારે 11.05 થી બપોરે 3.55 વાગ્યા સુધી.

પરિણામ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 10.14 થી બપોરે 3.18 વાગ્યાની વચ્ચે ઉપડતી ડાઉન સ્લો રૂટ સેવાઓને માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચે ડાઉન ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે, સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશનો વચ્ચે થોભશે. પછી સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. અને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી પહોંચશે. 

ડાઉન સ્લો રૂટ પર, બ્લોક પહેલાની છેલ્લી લોકલ ટિટવાલા લોકલ હશે જે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે 09.53 વાગ્યે ઉપડશે અને બ્લોક પછીની પહેલી લોકલ આસનગાંવ હશે જે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બપોરે 3.32 વાગ્યે ઉપડશે.

અપ સ્લો રૂટ પર, બ્લોક પહેલાની છેલ્લી લોકલ આસનગાંવ લોકલ હશે જે થાણેથી સવારે 10.27 વાગ્યે ઉપડશે અને બ્લોક પછીની પહેલી લોકલ કલ્યાણ લોકલ હશે જે થાણેથી સાંજે 04.03 વાગ્યે ઉપડશે.

હાર્બર રૂટ

ક્યાં: કુર્લા-વાશી અપ અને ડાઉન રૂટ પર.

ક્યારે: સવારે 11. 10 થી 4.10 કલાકે.

પરિણામ: વાશી બેલાપુર, પનવેલથી ઉપડતી સીએસએમટી મુંબઈ અપ હાર્બર રૂટ સેવાઓ અને વાશી/પનવેલ/બેલાપુરથી ઉપડતી સીએસએમટી ડાઉન હાર્બર રૂટની સેવાઓ રદ રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન CSMT થી કુર્લા, પનવેલ અને વાશી વચ્ચે વિશેષ લોકલ સેવાઓ ચલાવવામાં આવશે. આ ઉપરાંત હાર્બર રૂટ પરના મુસાફરો સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ટ્રાન્સહાર્બર રૂટ પર મુસાફરી કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : Himachal Politics : હિમાચલમાં કોંગ્રેસને મોટો ઝટકો, આટલા ધારાસભ્યોએ ધારણ કર્યો ભગવો…

ડાઉન હાર્બર રૂટ પર, બ્લોક પહેલાની છેલ્લી લોકલ પનવેલ લોકલ હશે જે સવારે 10.18 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ઉપડશે અને બ્લોક પછીની પહેલી લોકલ પનવેલ લોકલ હશે જે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બપોરે 3.44 વાગ્યે ઉપડશે. અપ હાર્બર રૂટ પર, બ્લોક પહેલાંની છેલ્લી લોકલ પનવેલથી સવારે 10.05 વાગ્યે ઉપડશે અને બ્લોક પછીની પહેલી લોકલ પનવેલથી બપોરે 3.45 વાગ્યે ઉપડશે.   

પશ્ચિમ રેલવે પર કોઈ બ્લોક નથી

હોળીના અવસર પર પશ્ચિમ રેલવેએ રવિવારે બ્લોક ન લેવાનો નિર્ણય લીધો છે. તેથી, પશ્ચિમ રેલવે પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે પશ્ચિમ રેલવે પર કોઈ બ્લોક રહેશે નહીં.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version