Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Local : મોટી દુર્ઘટના ટળી, મુંબઇ સેન્ટ્રલ પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી, પશ્ચિમ રેલવે સેવા ખોરવાઈ..

Mumbai Local : મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પાસે વેસ્ટર્ન લાઇન લોકલ ટ્રેનનું પૈડું પાટા પરથી ઉતરી ગયું. જે બાદ થોડા સમય માટે પશ્ચિમ રેલવેની સેવા પ્રભાવિત થઈ છે. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના થઈ નથી પશ્ચિમ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે મુંબઈ સેન્ટ્રલ કાર શેડ યાર્ડમાં ખાલી EMU ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો.. જે પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે.

Mumbai Local Train Services Disrupted on Western Line After Empty Rake Derails at Mumbai Central Station

Mumbai Local Train Services Disrupted on Western Line After Empty Rake Derails at Mumbai Central Station

News Continuous Bureau | Mumbai 

Mumbai Local : મુંબઈ લોકલ ટ્રેનને મુંબઈની લાઈફલાઈન તરીકે જોવામાં આવે છે. દરરોજ લાખો મુસાફરો લોકલ દ્વારા મુસાફરી કરે છે. તેવી જ રીતે લોકલ સેવા ખોરવાઈ જાય તો મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. દરમિયાન આજે મુંબઈ લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી પશ્ચિમ રેલવેના ટ્રાફિક પર મોટી અસર થઈ છે. બુધવારે બપોરે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે સ્લો ટ્રેક પરથી બોરીવલી રૂટ પર જતી ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

 લોકલ ટ્રેન 20 થી 25 મિનિટ મોડી દોડી રહી છે

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ એક ખાલી લોકલ પશ્ચિમ રેલવે પર મુંબઈ સેન્ટ્રલ કારશેડ તરફ જઈ રહી હતી ત્યારે તેનું એક પૈડું પાટા પરથી ઉતરી ગયું હતું. આથી પશ્ચિમ રેલવે પર ચર્ચગેટથી વિરાર લોકલ સેવા 20 થી 25 મિનિટ મોડી ચાલી રહી છે. તેમજ તમામ ડાઉનને ધીમી લોકલ ડાઉન ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. રેલ્વે પ્રશાસને આ ઘટનાની તાત્કાલિક નોંધ લીધી છે અને જાળવણી અને સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી થોડા સમયમાં વાહનવ્યવહાર પૂર્વવત થઈ જશે. દરમિયાન મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે.

ટ્રેનનું એક વ્હીલ ક્રોસિંગ પોઇન્ટ પર પાટા પરથી ઉતરી ગયું

પશ્ચિમ રેલ્વેના સીઆરપીઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, ડાઉન સ્લો લાઇનને આ ઘટનાથી અસર થઈ છે અને કહેવાય છે કે ઘટનાની 30-40 મિનિટમાં તેને સુધારી લેવામાં આવશે. લગભગ 11.30 વાગ્યે, જ્યારે લોકલ ટ્રેન કાર શેડમાં પ્રવેશી રહી હતી, ત્યારે તેનું એક વ્હીલ ક્રોસિંગ પોઇન્ટ પર પાટા પરથી ઉતરી ગયું હતું. કોઈને ઈજા થવાના સમાચાર નથી.

ટ્રેન પાટા પરથી ઉતરી જવાની બીજી ઘટના

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની આ બીજી ઘટના છે. મુંબઈને અડીને આવેલા રાયગઢ જિલ્લામાં શનિવારે બપોરે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે પનવેલ-વસઈ માર્ગ પરની કામગીરી ખોરવાઈ ગઈ હતી. અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

BMC Pedestrian First Drive મુંબઈ મનપાની ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ ઝુંબેશ આ વિસ્તારોમાં ફૂટપાથ પરથી ૧૫ ગેરકાયદે દુકાનો અને દબાણોનો સફાયો
MTNL Cable Theft કાંદિવલીમાં MTNL ના અંડરગ્રાઉન્ડ કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ, સમતા નગર પોલીસે ૧૩ આરોપીઓની કરી ધરપકડ
Khar Maid Arrested Stealing Diamond Jewellery પહેલા જ દિવસે કર્યો હાથફેરો! ખારમાં નોકરાણી ₹45 લાખના ડાયમંડ જ્વેલરી સાથે ફરાર, પોલીસે કરી ધરપકડ
Mumbai Cheap Dollar Fraud સસ્તા ડોલરની લાલચ પડી ભારે! વિલે પાર્લેના મેડિકલ સ્ટોર સંચાલક સાથે થઈ લાખોની ઠગાઈ, જાણો કેવી રીતે ફસાયા
Exit mobile version