રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક  

મુંબઈ લોકલ મુંબઈવાસીઓની લાઈફલાઈન છે. પરંતુ રવિવારના દિવસે કેટલાક મેઇન્ટેનન્સના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. 

Mumbai local: Railways to operate ‘mega block’ on sunday. Check timings, routes here

રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક

News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ ( Mumbai Local ) મુંબઈવાસીઓની લાઈફલાઈન છે. પરંતુ રવિવારના દિવસે કેટલાક મેઇન્ટેનન્સના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. આ રવિવારે એટલે કે 11મી ડિસેમ્બરે મુંબઈ લોકલની સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્ન એમ ત્રણેય રેલવે લાઈનો પર મેગાબ્લોક (mega block)  છે. તેથી, જો તમે આ સપ્તાહના અંતમાં બહાર જવાનું વિચારી રહ્યા છો, તો ટ્રેનનું સમયપત્રક જોઈને જ બહાર નીકળ જો.  

Join Our WhatsApp Community

મધ્ય રેલવે પર મેગા બ્લોક 

સેન્ટ્રલ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉપનગરીય વિસ્તારોમાં 5મી અને 6મી લાઇનની જાળવણી અને કેટલાક એન્જિનિયરિંગ કામ 11 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. પરિણામે કેટલીક લોકલ ટ્રેનો મોડી પડશે અને કેટલીક રદ થશે. આ મેગાબ્લોક મધ્ય રેલવેની થાણેથી કલ્યાણ 5મી અને 6ઠ્ઠી લાઇન પર અને હાર્બર લાઇન પર ચુનાભટ્ટીથી બાંદ્રા લાઇન પર લેવામાં આવશે. મધ્ય રેલવે પર મેગા બ્લોક સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. આ બ્લોક લાંબા અંતરની કેટલીક ટ્રેનોને પણ અસર કરશે. હટિયા-એલટીટી એક્સપ્રેસ, હજૂર સાહિબ નાંદેડ-મુંબઈ રાજ્ય રાણી એક્સપ્રેસ, પુણે-મુંબઈ સિંહગઢ એક્સપ્રેસ, પુણે-મુંબઈ ડેક્કન ક્વીન, 13201 પટના-એલટીટી એક્સપ્રેસ, કાકીનાડા-એલટીટી એક્સપ્રેસ, પુણે-મુંબઈ એક્સપ્રેસ, કોઈમ્બતુર-એલટીટી એક્સપ્રેસ કલ્યાણ – થાણે અપ સ્ટેશનો વચ્ચે ઝડપી રૂટ ડાયવર્ટ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Viral Video : બ્રેક ફેલ થતાં એક ટ્રક ખંડાલા ઘાટના ઢોળાવ પરથી નીચે ઉતરી ગયો, જુઓ દિલધડક વિડીયો.

પશ્ચિમ રેલવે લાઇન પર મેગા બ્લોક 

રવિવારે પશ્ચિમ રેલવે લાઇન પર પણ  મેગા બ્લોક રહેશે. 11 ડિસેમ્બરે બોરીવલી અને ગોરેગાંવ વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર બ્લોક રહેશે. આ બ્લોક સવારે 10.35 થી 3.35 વચ્ચે રહેશે.

WR ના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, બ્લોક સમયગાળા દરમિયાન, તમામ અપ અને ડાઉન સ્લો લાઇનની ટ્રેનો ગોરેગાંવ અને બોરીવલી સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે. બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.

મુંબઈમાં ત્રણેય રૂટ પર મેગાબ્લોક હોવાથી ઘણી ટ્રેનો મોડી દોડે તેવી શક્યતા છે. તેથી જો તમે બ્લોક દરમિયાન બહાર જવાના હોવ તો વૈકલ્પિક માર્ગો પર પણ નજર રાખો.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version