Site icon

Mumbai Local : મોટી દુર્ઘટના ટળી, મરીન લાઇન્સ સ્ટેશન પર છુટ્ટા પડી ગયા લોકલ ટ્રેનના ડબ્બા.. જુઓ વિડીયો

Mumbai Local : મરીન લાઈન્સ સ્ટેશન પર લગભગ એક કલાક સુધી લોકલ ટ્રેનો અટવાઈ રહી, જેના કારણે ઘણી ઉપનગરીય ટ્રેનો અધવચ્ચે અટવાઈ ગઈ. જો કે, રેલ્વેએ તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રાફિકને ડાઉન રૂટથી અપ રૂટ તરફ વાળ્યો હતો. તેમજ થોડા સમય બાદ ક્ષતિગ્રસ્ત લોકલને પણ ત્યાંથી હટાવી લેવામાં આવી હતી.

Mumbai Local : Three Local Train Coaches Decouple At Marine Lines

Mumbai Local : Three Local Train Coaches Decouple At Marine Lines

News Continuous Bureau | Mumbai 

Mumbai Local : મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ( Mumbai Central Station )પાસે લોકલ ટ્રેન ( Local train  ) પાટા પરથી ઉતરી જવાની ઘટના તાજી હતી ત્યારે મરીન લાઈન્સ સ્ટેશન ( Marine Lines Station ) પર રવિવારે એક ભયાનક અકસ્માત ( Accident )  ટળી ગયો હતો. ચર્ચગેટથી બોરીવલી તરફ દોડતી લોકલનું કપલિંગ ( Coupling )  તૂટી જતાં ત્રણ કોચ અલગ પડી ગયા હતા. સદનસીબે ટ્રેન સ્ટેશનમાં પ્રવેશતી હોવાથી સ્પીડ ધીમી હતી. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. દરમિયાન સવારે 11 વાગ્યાની આસપાસ સર્જાયેલા આ વિક્ષેપને કારણે ડાઉન સ્લો રોડ પર લગભગ અઢી કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

મુસાફરોને ઘણી અગવડ

પશ્ચિમ રેલવે ( western railway ) લાઇન પર ખાર-ગોરેગાંવ વચ્ચેના છઠ્ઠા માર્ગ માટે છેલ્લા આઠ દિવસથી બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે ઘણી લોકલ ટ્રેનો રદ્દ કરવામાં આવી રહી છે, જેના કારણે મુસાફરોને ઘણી અગવડ પડી રહી છે. દરમિયાન, રવિવારે સવારે 11.02 વાગ્યે, ચર્ચગેટથી બોરીવલી તરફ જતી લોકલ મરીન લાઇન સ્ટેશન પર જઈ રહી હતી, ત્યારે ચર્ચગેટ બાજુના ત્રણ કોચ ટ્રેનથી અલગ થઈ ગયા હતા. જેથી મોટરમેને તાત્કાલિક બ્રેક લગાવી દેતા દુર્ઘટના ટળી હતી. આ ગડબડ બાદ અલગ પડેલા કોચના મુસાફરોને તરત જ નીચે ઉતારવામાં આવ્યા હતા. અઢી કલાક બાદ બપોરે 1.11 કલાકે લોકલને કારશેડમાં ખસેડાયા બાદ લોકલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Dog killed: ટ્રેનિંગના નામે ક્રૂરતા, ડોગ ટ્રેનરે જ આ રીતે કરી કુતરા ની હત્યા. કેમરામાં કેદ થઈ ઘટના. જુઓ વિડિયો

તપાસનો આદેશ

વેસ્ટર્ન રેલ્વે લાઇન પર લોકલ કપલિંગ તૂટવાની ઘટનાની રેલવે પ્રશાસને ગંભીર નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. જે મુજબ સંબંધિત વિભાગના અધિકારીઓ કારશેડમાં જઈને લોકલના તૂટેલા કપલિંગનું નિરીક્ષણ કરશે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version