Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Local Train Attack Borivali અંધેરીબોરીવલી વચ્ચે ચાલુ ટ્રેને હિંસક હુમલો; લોહીલુહાણ હાલતમાં ૨૨ વર્ષના યુવકને હોસ્પિટલ ખસેડાયો

Mumbai Local Train Attack Borivali દોડતી ફાસ્ટ લોકલના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં દરવાજો ખુલ્લો રાખવા બાબતે થયો વિવાદ, પેટમાં ચપ્પુ હુલાવી આરોપી ફરાર

Mumbai Local Train Attack Borivali  અંધેરીબોરીવલી વચ્ચે ચાલુ ટ્રેને હિંસક હુમલો; લોહીલુહાણ હાલતમાં ૨૨ વર્ષના યુવકને હોસ્પિટલ ખસેડાયો

Mumbai Local Train Attack Borivali અંધેરીબોરીવલી વચ્ચે ચાલુ ટ્રેને હિંસક હુમલો; લોહીલુહાણ હાલતમાં ૨૨ વર્ષના યુવકને હોસ્પિટલ ખસેડાયો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Local Train Attack Borivali મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલ ઉઠાવતી એક અત્યંત ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. ધોધમાર વરસાદ દરમિયાન ચર્ચગેટનાલાસોપારા ફાસ્ટ લોકલ ટ્રેનમાં દરવાજો ખુલ્લો રાખવો કે બંધ કરવો, તે બાબતે બે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વણસ્યો હતો કે એક પ્રવાસીએ ઉશ્કેરાઈને ૨૨ વર્ષના યુવકના પેટમાં તીક્ષ્ણ હથિયાર (ચપ્પુ) હુલાવી દીધું હતું અને ટ્રેન સ્ટેશને ઉભી રહે તે પહેલાં જ ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Mumbai Local Train Attack Borivali – મુંબઈના ભારે વરસાદમાં દરવાજો બંધ કરવા બાબતે બંને મુસાફરો વચ્ચે દલીલો થઈ

ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રશાસન પાસેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, એક ૨૨ વર્ષીય યુવક ચર્ચगેટથી ઉપડેલી ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન જ્યારે અંધેરી સ્ટેશને પહોંચી, ત્યારે આરોપી પણ એ જ ડબ્બામાં સવાર થયો હતો. મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ડબ્બામાં પાણી આવતું હોવાથી દરવાજો બંધ કરવા અથવા ખુલ્લો રાખવા બાબતે બંને મુસાફરો વચ્ચે જોરદાર દલીલો શરૂ થઈ ગઈ હતી. ચાલુ ટ્રેને અંધેરી અને બોરીવલી સ્ટેશનની વચ્ચે બંને વચ્ચેની તકરાર મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા આરોપીએ અચાનક પોતાની પાસે રહેલું ધારદાર હથિયાર કાઢી યુવકના પેટના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે યુવક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.

Mumbai Local Train Attack Borivali – બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬ પર ટ્રેન ઉભી રહે તે પહેલાં જ આરોપી કૂદીને નાસી છૂટ્યો

જ્યારે આ ટ્રેન બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬ પર આવી પહોંચી, ત્યારે ટ્રેન સંપૂર્ણ ઉભી રહે તે પહેલાં જ તક જોઈने આરોપી ડબ્બામાંથી કૂદીने નાસી છૂટ્યો હતો. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ઘટનાની ગંભીરતાને જોતાં મેસેજ મળતાની સાથે જ માત્ર ૩ મિનિટની અંદર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને જીઆરપીના જવાનો અસરગ્રસ્ત ફર્સ્ટ ક્લાસ કોચમાં પહોંચી ગયા હતા. રેલવે પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને રેલવે સ્ટાફ સ્ટ્રેચર, કુલી તથા મેડિકલ આસિસ્ટન્સ ટીમ સાથે ડબ્બા પાસે હાજર થઈ ગયો હતો. ત્યારબાદ ઘાયલ યુવકને ભારે સાવચેતીપૂર્વક ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને બોરીવલી સ્ટેશનના ઈમરજન્સી મેડિકલ રૂમમાં (EMR) લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેની પ્રાથમિક તપાસ કરી હતી. ડૉક્ટરોની સલાહ પર રેલવે અને પોલીસ સ્ટાફે પરસ્પર સંકલન સાધીને એમ્બ્યુલન્સ દ્વારા તેને વધુ સારવાર માટે કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

Mumbai Local Train Attack Borivali – રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા, સીસીટીવીના આધારે અજ્ઞાત આરોપીની શોધખોળ શરૂ

આ હુમલા બાદ રેલવે પ્રશાસન એક્શન મોડમાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM – મુંબઈ સેન્ટ્રલ) અને સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનરે બોરીવલી સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થા તેમજ રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી હતી. મુંબઈ લોકલ ટ્રેનમાં બનેલી આ હિંસક ઘટનાના કારણે રોજેરોજ પ્રવાસ કરતા લાખો ચાકરમાન્યાઓ અને મુસાફરોની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે. હાલ જીઆરપી પોલીસે અજ્ઞાત આરોપી વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો (Attempt to Murder) ગુનો નોંધી રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Navi Mumbai Gold Line Metro 8 મુંબઈગરાઓની મોટી ચિંતાનો અંત! માત્ર ૩૦ મિનિટમાં પહોંચાશે નવી મુંબઈ એરપોર્ટ, ‘ગોલ્ડ લાઈન’ મેટ્રોના રૂટ અને સ્ટેશનોનું લિસ્ટ આઉટ

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version