Site icon

Mumbai local train : મધ્ય રેલવેના આ સ્ટેશન પર સિગ્નલ સિસ્ટમ થઈ ફેલ, લોકલ ટ્રેનો દોડી રહી છે 15 મિનિટ મોડી; પ્રવાસીઓના હાલ બેહાલ..

Mumbai local train : કલ્યાણ સ્ટેશન પાસે સિગ્નલ સિસ્ટમ ફેલ થવાને કારણે મધ્ય રેલવે ખોરવાઈ ગઈ.. કલ્યાણ નજીક લોકલ રોકી દેવામાં આવી... એ જ રીતે મુંબઈ અને કસરાની લોકલ પણ મોડી ચાલી રહી છે.

Mumbai local train Central Railway Hit By Signal Snag, Local Train Services Affected Near Kalyan

Mumbai local train Central Railway Hit By Signal Snag, Local Train Services Affected Near Kalyan

  News Continuous Bureau | Mumbai

 Mumbai local train : મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. સોમવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી જમા થઈ ગયા છે. માર્ગો પર પાણી ભરાવા ( Waterlogging ) ને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. પ્રશાસને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી છે.

Join Our WhatsApp Community

Mumbai local train :  લોકલ ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે

 વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી ઉપનગરીય રેલ સેવાને પણ અસર થઈ છે. મધ્ય રેલવે રૂટ પર લોકલ ટ્રેનો( Mumbai Local train )  15 થી 20 મિનિટના વિલંબ સાથે દોડી રહી છે. જ્યારે પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો 5 થી 10 મિનિટ મોડી દોડી રહી છે અને હાર્બર રેલવેની લોકલ ટ્રેનો 15 મિનિટ મોડી દોડી રહી છે. આથી રેલ્વે સેવા પર નિર્ભર નોકરિયાતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Mumbai local train : વરસાદથી માર્ગો અને રેલવે સ્ટેશનો પ્રભાવિત થયા  

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ રોકાઈ રહ્યો નથી. છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ ( Mumbai Rain news ) ને કારણે રસ્તાઓ અને રેલવે સ્ટેશનો પ્રભાવિત થયા છે. મધ્ય રેલવેનો ટ્રાફિક ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai Rain Update: મુંબઈગરાઓ સાવચેત રહેજો, હવામાન વિભાગે આ તારીખ સુધી મુંબઈ, થાણે અને પાલઘર માટે જારી કર્યું છે યલો એલર્ટ..

Mumbai local train : કલ્યાણ સ્ટેશન પર સિગ્નલ ફેલ 

કલ્યાણ સ્ટેશન પર સિગ્નલ ફેલ  ( Signal failure ) થવાના કારણે અપ અને ડાઉન લોકલ મોડી ચાલી રહી છે. સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. હાર્બર રેલવે 10 મિનિટ મોડી ચાલી રહી છે. જો દિવસભર આ વરસાદ ચાલુ રહેશે તો મુંબઈકરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

 

Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Exit mobile version