News Continuous Bureau | Mumbai
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન (CSMT) પર એક મોટી દુર્ઘટના ટળી છે.
પનવેલ જતી લોકલ CSMT પ્લેટફોર્મ પર સિગ્નલ આપ્યા બાદ ટ્રેન આગળ જવાને બદલે પાછળ જવાને કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો છે.
જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ સીએસએમટી-પનવેલ હાર્બર રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે.
હાલ પટરી પરથી ઉતરેલા કોચને પાટા પર લાવવાનું કામ યુદ્ધ ધોરણે ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : શિંદે-ફડણવીસ સરકારનો ઝપાટો- આરેમાં કારશેડને જોડતો મેટ્રો-3નો રેમ્પ તૈયાર- બહુ જલદી થશે ટ્રાયલ- જાણો વિગત
