Site icon

Mumbai Local Train : લોકલ ટ્રેન પડી મોડી, મહિલા મુસાફરો દરવાજા પર લટકીને કરી રહી છે જીવલેણ મુસાફરી; જુઓ વિડીયો

Mumbai Local Train : લોકલ ટ્રેનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જે કેટલીક મહિલા મુસાફરોની છે.

Mumbai Local Train local train late crowded train passenger hang on door

Mumbai Local Train local train late crowded train passenger hang on door

News Continuous Bureau | Mumbai 

Mumbai Local Train : મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી લોકલ સેવાઓ ઘણીવાર વિવિધ કારણોસર મોડી દોડે છે. તેની સીધી અસર મુસાફરો પર પડે છે અને સ્ટેશનો પર ભયંકર ભીડ ભેગી થઇ જાય છે. પરિણામે, ઘણા મુસાફરોને ટ્રેનમાં ચઢવા મળતું નથી અને દરવાજા લટકાવીને મુસાફરી કરવી પડે છે. આવી જ એક ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકલ ટ્રેન મોડી પડવાના કારણે કેટલીક મહિલા મુસાફરો દરવાજા પર લટકીને જોખમી રીતે મુસાફરી કરવા મજબૂર બની છે.

Join Our WhatsApp Community

 

Mumbai Local Train :  જુઓ વિડીયો

Mumbai Local Train : મહિલાઓની ખતરનાક યાત્રા કેમેરામાં કેદ થઈ

એક મહિલા મુસાફરે લોકલ ટ્રેનની બારીમાંથી વીડિયો બનાવ્યો છે.  જેમાં તમે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા અસંખ્ય મુસાફરોને જોઈ શકો છો. એટલું જ નહીં કેટલીક મહિલાઓ લોકલ ટ્રેનના દરવાજા પર લટકીને ખતરનાક મુસાફરી કરી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Mumbai Sakinaka Drone :મુંબઈના સાકીનાકા વિસ્તારમાં દેખાયું શંકાસ્પદ ડ્રોન, સિસ્ટમ એલર્ટ મોડ પર… સર્ચ શરૂ..

Mumbai Local Train :યુઝર્સની પ્રતિક્રિયા 

 કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના કલ્યાણ રેલ્વે લાઇન પરની છે અને કલ્યાણથી આજની મહિલા સ્પેશિયલ ટ્રેન 40 મિનિટ મોડી પહોંચી હતી, જેના કારણે મુસાફરોને આ ધસારોનો સામનો કરવો પડી પડ્યો હતો.  આ વીડિયો પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી છે.એક યુઝરે કોમેન્ટ બોક્સમાં કહ્યું, “હંમેશા આવું જ રહે છે,” જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી, “ચોમાસા દરમિયાન નાગરિકોનું શું થશે?”  જ્યારે કેટલાક લોકોએ મહિલાઓની ખતરનાક મુસાફરી જોઈને કહ્યું છે કે, “મહિલાઓને હંમેશા સહન કરવું પડ્યું છે.”

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version