Site icon

Mumbai Local Train News : આજે સવાર સવારમાં પશ્ચિમ રેલવેના આ સ્ટેશન પર રખાયો બ્લોક, કેટલીક લોકલ ટ્રેનો આંશિક રીતે રદ્દ, મુસાફરોને હાલાકી..

Mumbai Local Train News :દહાણુ રોડ રેલવે સ્ટેશન પર આજે ખાસ ટ્રાફિક બ્લોક કરવામાં આવી રહ્યો છે. આ બ્લોક આજે સવારે 8.50 થી 11.50 સુધી રાખવામાં આવશે. તો પ્રવાસીઓ કે કર્મચારીઓ માટે આ મહત્વના સમાચાર છે.

Mumbai Local train news : block on western railway for construction of infrastructure works at dahanu road

Mumbai Local train news : block on western railway for construction of infrastructure works at dahanu road

News Continuous Bureau | Mumbai 

Mumbai Local Train News :પશ્ચિમ રેલવેના દહાણુ રોડ(Dahanu Road) પર માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે બુધવારે સવારે 8.50 થી 11.50 સુધી બ્લોક(block) લેવામાં આવ્યો છે. જેના કારણે પશ્ચિમ રેલવેની(western railway) કેટલીક લોકલ ટ્રેનો(local train) આંશિક રીતે રદ કરવામાં આવી છે. તેમજ મેલ-એક્સપ્રેસ 30 થી 45 મિનિટ મોડી દોડશે. પશ્ચિમ રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અંધેરી-દહાણુ રોડ લોકલ સવારે 7.51 વાગ્યે વાણગાંવ સુધી ચલાવવામાં આવશે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રિલીઝમાં અસરગ્રસ્ત ટ્રેન સેવાઓની સૂચિ શેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે..

– સવારે 7.51 AM કલાકની અંધેરી-દહાણુ રોડ લોકલ માત્ર વાણગાંવ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે.

– સવારે 9.37 AM કલાકની દહાણુ રોડ-અંધેરી લોકલ વાણગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

– સવારે 7.42 AM કલાકની ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ વાણગાંવ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 16 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

– સવારે 10.10 AM કલાકની દહાણુ રોડ-વિરાર લોકલ વાણગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

– સવારે 8.49 AM કલાકની ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ વાણગાંવ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે.

– સવારે 11.35 AM કલાકની દહાણુ રોડ – વિરાર લોકલ દોડશે વાણગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

આ ઉપરાંત બ્લોકના કારણે ટ્રેન નંબર 22930 બરોડા-દહાણુ રોડ એક્સપ્રેસને ઉમરગામ રોડ સ્ટેશન વચ્ચે 45 મિનિટ માટે રોકવામાં આવશે. તો, ટ્રેન નંબર 22956 કચ્છ એક્સપ્રેસ ભુજ-બાન્દ્રા ટર્મિનસ સુધી 30 મિનિટ માટે રોકાશે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version