News Continuous Bureau | Mumbai
Mumbai Local Train :પનવેલથી સીએસટી હાર્બર રેલ્વે લાઇન ખોરવાઈ ગઈ છે. બ્રેકડાઉનના કારણે ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે. પનવેલ અને CSMT વચ્ચે ટેક્નિકલ ખામીના કારણે હાર્બર રેલવે લાઇન પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
Mumbai Local Train : પનવેલ રેલવે સ્ટેશન પર આ ખામી સર્જાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર હાર્બર રૂટ પર ટ્રાફિક 15 થી 20 મિનિટ મોડો ચાલી રહ્યો છે. પનવેલ રેલવે સ્ટેશન પર આ ખામી સર્જાઈ છે. કેબલ રીપેરીંગની કામગીરી યુધ્ધ સ્તરે શરૂ કરવામાં આવી છે. કેબલ ફેલ થવાથી અપ અને ડાઉન રૂટ પરની ટ્રેનોને અસર થઈ છે. આ ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને ભારે ફટકો પડ્યો છે. સાંજના સમયે ટ્રેન સેવા પર અસર થવાના કારણે ઘરે પરત ફરતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. જેના કારણે રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો વધી ગયો છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Cabinet: મહારાષ્ટ્રમાં 14 ડિસેમ્બરે થઈ શકે છે ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ, જાણો કઈ પાર્ટીને કયો વિભાગ મળશે…