Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Local Train : મધ્ય રેલવેની હાર્બર સેવા ખોરવાઈ, આ સ્ટેશન પર ખામી સર્જાઈ ટેકનિકલ ખામી; મોડી દોડી રહી છે ટ્રેનો

 Mumbai Local Train : મધ્ય રેલવેના હાર્બર રૂટ પર લોકલ ટ્રાફિક ખોરવાઈ ગયો છે. પનવેલ રેલ્વે સ્ટેશન પર કેબલ ફેલ થવાથી વાહનવ્યવહાર પર અસર પડી છે. તેથી, પનવેલ અને CSMT વચ્ચેનો ટ્રાફિક 15 થી 20 મિનિટ મોડો ચાલી રહ્યો છે. કેબલ ફેલ થવાને કારણે અપ અને ડાઉન બંને રૂટ પર લોકલ સેવાને અસર થઈ છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.

 News Continuous Bureau | Mumbai 

Mumbai Local Train :પનવેલથી સીએસટી હાર્બર રેલ્વે લાઇન ખોરવાઈ ગઈ છે. બ્રેકડાઉનના કારણે ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી   દોડી રહી છે. પનવેલ અને CSMT વચ્ચે ટેક્નિકલ ખામીના કારણે હાર્બર રેલવે લાઇન પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

Join Our WhatsApp Channel

Mumbai Local Train : પનવેલ રેલવે સ્ટેશન પર આ ખામી સર્જાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર હાર્બર રૂટ પર ટ્રાફિક 15 થી 20 મિનિટ મોડો ચાલી રહ્યો છે. પનવેલ રેલવે સ્ટેશન  પર આ ખામી સર્જાઈ છે. કેબલ રીપેરીંગની કામગીરી યુધ્ધ સ્તરે શરૂ કરવામાં આવી છે. કેબલ ફેલ થવાથી અપ અને ડાઉન રૂટ પરની ટ્રેનોને અસર થઈ છે. આ ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને ભારે ફટકો પડ્યો છે. સાંજના સમયે ટ્રેન સેવા પર અસર થવાના કારણે ઘરે પરત ફરતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. જેના કારણે રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો વધી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Cabinet: મહારાષ્ટ્રમાં 14 ડિસેમ્બરે થઈ શકે છે ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ, જાણો કઈ પાર્ટીને કયો વિભાગ મળશે…

 

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version