Site icon

Mumbai local train : આમ જનતા તો ઠીક.. પણ હવે આ ઉદ્યોગપતિ પણ મુંબઈની ટ્રાફિકથી થયા પરેશાન, અપનાવ્યો આ રસ્તો.. જુઓ વિડીયો

Mumbai local train : આમ જનતા હોય કે કોઈ ખાસ, આજકાલ દરેક જણ મુંબઈના ટ્રાફિકથી પરેશાન છે. આ સમસ્યાથી બચવા માટે અબજોપતિ નિરંજન હિરાનંદાની મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

Real estate tycoon Niranjan Hiranandani travels in Mumbai local train to beat traffic; watch video

Real estate tycoon Niranjan Hiranandani travels in Mumbai local train to beat traffic; watch video

News Continuous Bureau | Mumbai 

Mumbai local train : માયાનગરી, મુંબઈ (Mumbai )  જેને સપનાનું શહેર કહેવામાં આવે છે, તે ઘણી વસ્તુઓ માટે પ્રખ્યાત છે. તે ફિલ્મ સ્ટાર્સ અને સામાન્ય લોકોનું પ્રિય સ્થળ છે. જો કે, લાખો ફાયદાઓ હોવા છતાં, આ શહેર જો બદનામ છે તો તે તેના ટ્રાફિક ( traffic ) માટે. વધતી વસ્તી વચ્ચે રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. સ્થિતિ એવી છે કે અહીંના રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામ ( Traffic Jam )  રહે છે. તેનાથી બચવાનો એક જ રસ્તો છે અને તે છે મુંબઈની લોકલ ટ્રેન ( Mumbai Local Train ) .  આમ જનતાની જેમ અબજોપતિ અને બિઝનેસમેન નિરંજન હિરાનંદાની ( Niranjan Hiranandani )  પણ અહીંના ટ્રાફિકથી પરેશાન હતા. તેમને પણ આ સમસ્યાથી બચવા માટે લોકલ ટ્રેનનો સહારો લીધો હતો.

Join Our WhatsApp Community

હિરાનંદાની ગ્રુપના 73 વર્ષીય સહ-સ્થાપક અને એમડી નિરંજન હિરાનંદાનીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર તેમની ટ્રેન ( Local train ) ની મુસાફરીનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તે અન્ય મુસાફરો સાથે પ્લેટફોર્મ પર રાહ જોતા  અને પછી એસી કોચમાં ચઢતા જોવા મળે છે.

જુઓ વિડીયો 

 

અબજોપતિએ જણાવ્યો પોતાનો અનુભવ  

આ વીડિયોના કેપ્શનમાં, અબજોપતિએ લખ્યું છે કે તેમણે સમય બચાવવા અને મુંબઈના પ્રખ્યાત ટ્રાફિકથી બચવા માટે ટ્રેનમાં મુસાફરી કરી. રિયલ એસ્ટેટ મોગલ નિરંજન હિરાનંદાનીના જણાવ્યા અનુસાર, મુંબઈથી ઉલ્હાસનગર સુધી એસી કોચમાં મુસાફરી કરવી એ એક સમજદાર વ્યક્તિગત અનુભવ હતો. તમને જણાવી દઈએ કે ઉલ્હાસનગર મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલું છે. હિરાનંદાનીનો આ વીડિયો શેર થયો ત્યારથી લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ આવી રહી છે. કેટલાક લોકોએ જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે અબજોપતિની પ્રશંસા કરી. તે જ સમયે, કેટલાક લોકો તેને સ્ક્રિપ્ટેડ કહેતા જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Ram Mandir Ayodhya : પાઈલટથી લઈને મુસાફરો સુધી લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા.. દિલ્હીથી અયોધ્યા જતી પ્રથમ ફ્લાઈટનો કંઈક આવો હતો નજારો.

કોણ છે નિરંજન હિરાનંદાની?

નિરંજન હિરાનંદાની રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ છે. નિરંજને તેમના ભાઈ સુરેન્દ્ર સાથે મળીને હિરાનંદાની ગ્રુપની સ્થાપના કરી હતી. જોકે સુરેન્દ્ર હવે અલગ-અલગ બિઝનેસ ચલાવે છે, તેમ છતાં બંને ભાઈઓ સંયુક્ત રીતે કેટલીક મિલકતો ધરાવે છે. ફોર્બ્સ અનુસાર, મુંબઈમાં પવઈ ટાઉનશિપ તે મિલકતોમાંની એક છે. 2016 માં, પવઈમાં મિલકતનો એક ભાગ કેન્ડાના બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ દ્વારા $1 બિલિયનમાં ખરીદવામાં આવ્યો હતો. નિરંજન હિરાનંદાની એનર્જી, ઈન્ફ્રા, નેચરલ ગેસ પાઈપલાઈન અને ગેસ સ્ટોરેજ ટર્મિનલના બાંધકામમાં રોકાણ કરી રહ્યા છે.

કેટલી સંપત્તિ છે

ફોર્બ્સ અનુસાર, નિરંજન હિરાનંદાનીની સંપત્તિ $1.5 બિલિયન છે અને તેઓ દેશના ટોચના 100 અબજોપતિઓમાં સામેલ છે. નિરંજનની પત્ની પણ તેનો ધંધો ચલાવવા સાથે સંકળાયેલી છે. નિરંજનને બે બાળકો છે. તેમનો પુત્ર દર્શન દિલ્હી નજીક નવી મુંબઈ અને નોઈડામાં ડેટા સેન્ટર ચલાવે છે. 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
Exit mobile version