News Continuous Bureau | Mumbai
આજે સવારે ફરી એકવાર મધ્ય રેલવે(Central railway) નો વાહનવ્યવહાર ખોરવાયો છે. કામકાજ પર જવાના સમયે મધ્ય રેલવેનો ટ્રાફિક (service disprute) ખોરવાતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. મધ્ય રેલવે પર લોકલ ટ્રેનો 25 થી 30 મિનિટ મોડી દોડી રહી છે. ટેક્નિકલ ખામીના (Technical glitch) કારણે ટ્રાફિકને અસર થઈ હોવાનું કહેવાય છે.
ટેક્નિકલ ખામીના કારણે લોકલ ટ્રાફિક ખોરવાઈ ગયો હોવાની માહિતી મળતા જ રેલવે કર્મચારીઓ ફોલ્ટ રિપેર કરવા માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલમાં રેલવે સ્ટાફ ટેક્નિકલ ખામીને રિપેર કરી રહ્યો છે.
કલ્યાણથી CSMT તરફની મધ્ય રેલવેની ઘણી લોકલ ટ્રેનો અડધો કલાક મોડી દોડી રહી છે. એક્સપ્રેસ લાઇનની સાથે સ્લો રૂટ ની રેલ લાઇનને પણ અસર થઇ છે. એવું કહેવાય છે કે શિયાળાના દિવસોમાં ધુમ્મસના કારણે લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડતી હોવાથી લોકલ ટ્રેનોને પણ અસર થઈ છે. તેમજ કેટલીક લોકલ ટ્રેનો રદ થવાના કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.