Site icon

Mumbai Local Train Updates : મુંબઈ લોકલ યાત્રીઓને થશે હેરાનગતિ.. આજે આ રેલવે લાઈન પર રહેશે 13 કલાકનો જમ્બો બ્લોક.. મુસાફરી કરતા પહેલા વાંચો આ સમાચાર

Mumbai Local Train Updates : મુંબઈ લોકલનું સંચાલન કરતી પશ્ચિમ રેલવે શનિવાર/રવિવારે ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર 13 કલાકનો જમ્બો બ્લોકનું સંચાલન કરશે. અખબારી યાદીમાં પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે આ કલાકો દરમિયાન ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોનું જાળવણી કરવામાં આવશે. જમ્બો બ્લોકના કારણે આ વ્યસ્ત રૂટ પર રોજિંદા મુસાફરોને અસર થવાની શક્યતા છે.

Mumbai Local Train Updates Western Railway jumbo block on Feb 9, 13-hour disruption between Grant Road and Mumbai Central

Mumbai Local Train Updates Western Railway jumbo block on Feb 9, 13-hour disruption between Grant Road and Mumbai Central

News Continuous Bureau | Mumbai

Mumbai Local Train Updates : પશ્ચિમ રેલ્વેના ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે 08 અને 09 ફેબ્રુઆરી 2025 ના રોજ જમ્બો બ્લોક અંગેની માહિતી લોકલ ટ્રેનના મુસાફરો માટે જારી કરવામાં આવી છે. ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે શનિવાર અને રવિવાર એટલે કે 8 અને 9 ફેબ્રુઆરીના રોજ રાતે 22.00 થી સવારે 11.00 વાગ્યા સુધી એટલે કે 13 કલાકનો અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોના જાળવણી માટે જમ્બો બ્લોક કરવામાં આવશે.

Join Our WhatsApp Community

Mumbai Local Train Updates : મુંબઈની ઘણી લોકલ ટ્રેનો રદ

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, બ્લોક સમયગાળા દરમિયાન, અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પરની બધી ટ્રેનો ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે સ્લો લાઇન પર દોડાવવામાં આવશે. આ કારણે, બ્લોક દરમિયાન, કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ કરવામાં આવશે અને ચર્ચગેટથી આવતી કેટલીક ટ્રેનોને બાંદ્રા, દાદર સ્ટેશનો પર શોર્ટ ટર્મિનેટ અને રિવર્સ કરવામાં આવશે.

Mumbai Local Train Updates : બઈની લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત

જો મુસાફરો આ જમ્બો બ્લોક વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય, તો તેને લગતી વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર પાસે ઉપલબ્ધ છે અને તેઓ તેમનો સંપર્ક કરીને તેના વિશે માહિતી મેળવી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  Local Train Update : નોકરિયાતોને આજે ફરી લાગશે લેટમાર્ક, આ કારણે પશ્ચિમ રેલવેના મુસાફરોને મુશ્કેલી; અંધેરી, બોરીવલી સ્ટેશનો પર ભારે ભીડ..

મહત્વનું છે લ ગત 4 ફેબ્રુઆરીની સવારે મુંબઈ નજીક સેન્ટ્રલ રેલ્વે મુખ્ય લાઇન પર સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાતાં મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. મુંબઈની લાઈફલાઈન ગણાતી આ ટ્રેનો મોડી દોડી રહી હતી.

 

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version