ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 સપ્ટેમ્બર 2020
નવી મુંબઈ વાશીથી એક અજીબ પ્રેમ કહાની સામે આવી છે. કદાચ આ પ્રથમ જ કેસ હશે જેમાં કોરોનાની આડમાં એક પરણીત પ્રેમી પત્નીને છોડી પ્રેમિકા સાથે રહેવા જતો રહ્યો હતો.. વાશી પોલીસે એક પરિણીત વ્યક્તિને શોધી કાઢવામાં સફળતા મેળવી છે, જે જૂન મહિનામાં તેના પરિવાર સામેં જુઠું બોલી પ્રેમીકા સાથે ઈંદોર ભાગી ગયો હતો, તેણે એક સ્ટોરી ઉપજાવી કાઢી હતી કે તેને કોરોનાવાયરસ પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે અને તે ચેપથી બચી શકશે નહીં.
પોલીસના જણાવ્યા અનુસાર, 24 જૂને નવી મુંબઈના જેએનપીટીમાં ક્લિયરિંગ એજન્ટ તરીકે નોકરી કરતાં એક સુપરવાઇઝરએ તેની પત્નીને ફોન કર્યો અને કહ્યું કે 'તેને કોરોના પોઝિટીવ છે અને તે બચશે નહીં' આમ કહી કહ્યું તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.. બીજા દિવસે ઘરે પરત ન આવતા તેના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મળ્યાં બાદ વાશી પોલીસે યુવકને શોધી કાઢવા માટે એક ટીમ બનાવી અને જોયું કે તેણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરતાં પહેલાં તેનું છેલ્લું જાણીતું લોકેશન વાશી હતું.
પોલીસની એક ટીમ આ લોકેશન પર ગઈ હતી,
જયાં સ્થળ પર મોટરસાયકલ અને ચાવી, બેકપેક અને તેનું હેલ્મેટ મળી આવ્યાં હતાં. આથી પોલીએ સ્થાનિક માછીમારોની મદદથી વાશીની ખાડી પણ તપાસી હતી, પરંતુ તેનો મૃતદેહ મળ્યો નથી. આથી પોલીસ ને ખાતરી થઈ કે તે જીવિત છે અને તે પોલીસે યુવકને શોધવાનું ચાલુ રાખ્યું.. તપાસકર્તાઓએ સીસીટીવી ફૂટેજ સ્કેન કરતા એરોલીમાંથી પ્રથમ લીડ મળી, જ્યાં તે એક મહિલા સાથે કારમાં મુસાફરી કરતી જોવા મળ્યો હતો. વધુ તપાસ કરતાં પોલીસને ખબર પડી 'યુવકના લગ્નેત્તર સંબંધ હતા અને તેની ગર્લફ્રેન્ડ સાથે ઈંદોરમાં છુપાઈને રહે છે.' ત્યારબાદ વાશી પોલીસે એક ટીમ ઈન્દોર મોકલી યુવકને નવી મુંબઈ લઈ આવી હતી.. હાલ પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.
