Site icon

Mumbai local :મુંબઈ લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં યુવકે પીધો ગાંજો, વીડિયો વાયરલ થતા પોલીસે આ રીતે કરી કાર્યવાહી.. જુઓ વિડીયો..

Mumbai local : યુવક ભાયખલા સ્ટેશન પર સાંજે 7.14 વાગ્યાની સીએસએમટી બદલાપુર ટ્રેનમાં ચડ્યો હતો. બાદમાં મહિલા આરપીએફ દ્વારા તેને કુર્લા સ્ટેશન પર ઉતારવામાં આવ્યો હતો.

News Continuous Bureau | Mumbai

Mumbai local : મુંબઈ લોકલ અવાર નવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. મુંબઈ લોકલ (Mumbai local) માં દિવસેને દિવસે ગુનાની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસો પહેલા, મસ્જિદ બંદર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે હાર્બર લાઇન પર પરીક્ષા આપવા જઈ રહેલી એક યુવતી પર ઉત્પીડનની ઘટના બની હતી. આ પછી, તાજેતરમાં વેસ્ટર્ન લાઇન(Western line) પર ચર્ની રોડ અને ચર્ચગેટ સ્ટેશન વચ્ચે ચાલતી લોકલ ટ્રેનમાં અશ્લીલ હરકતો કરીને એક યુવતીની છેડતી કરવાનો બનાવ બન્યો હતો.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

દરમિયાન હવે મુંબઈ લોકલ (Mumbai local) માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈ લોકલના સેન્ટ્રલ લાઈન પર સીએસએમટી (CSMT) થી બદલાપુર જતી ટ્રેનમાં લેડીઝ ડબ્બા ( ladies’ compartment) નો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવક મુંબઇ લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં ગાંજો (ganja ) પીતો જોવા મળે છે. આ વીડિયો મંગળવાર (4 જુલાઈ) સાંજનો હોવાનું કહેવાય છે. ઘણા લોકોએ આ વાયરલ વીડિયો(viral video) પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને કાર્યવાહીની માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi visit : પ્રધાનમંત્રી 7-8 જુલાઈના રોજ 4 રાજ્યોની લેશે મુલાકાત, લગભગ રૂ. 50,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

ગાંજો પિતા અને ધૂમ્રપાન કરતો જોવા મળ્યો

મંગળવારે સાંજે લોકલ ભીડના સમયે એક યુવક CSMT થી બદલાપુર જતી લોકલ ટ્રેનના મહિલાના ડબ્બામાં ઘુસી ગયો હતો. બાદમાં તે ગાંજો પિતા અને ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો, જેનાથી દરેક લોકો હેરાન થઈ ગયા હતા. મહિલાઓએ તેને ડબ્બામાંથી ઉતારવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહી. યુવક ભાયખલા સ્ટેશન પર સાંજે 7.14 કલાકે સીએસએમટી બદલાપુર ટ્રેનમાં ચડ્યો હતો. બાદમાં મહિલા આરપીએફ દ્વારા તેને કુર્લા સ્ટેશન પર ઉતારવામાં આવ્યો હતો.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version