Site icon

રેલવે સ્ટેશન પર સ્ટંટબાજી કરવી પડી ભારી- કાંદિવલીમાં એક યુવક લોકલ ટ્રેનની અડફેટે આવ્યો- ક્ષણભરમાં ગુમાવ્યો જીવ- જુઓ હૃદયદ્રાવક વિડીયો

News Continuous Bureau | Mumbai

રેલવે પ્રશાસન(Railway administration)દ્વારા લોકોને અવાર નવાર અપીલ કરવામાં આવતી હોય છે કે પ્લેટફોર્મ(Railway platform) પર મસ્તી કે સ્ટંટબાજી(Stunt) કરવી એ જોખમી સાબિત થઈ શકે છે. પરંતુ તેમ છતાં યુવાનો વારંવાર આવી ભૂલો કરતાં હોય છે. દરમિયાન મુંબઈ(Mumbai)ના કાંદીવલી રેલવે સ્ટેશન(Kandivali Railway station) પર એક્સીડેન્ટની એક દર્દનાક ઘટના બની છે, જેમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ ઘટના ગત 21 જુલાઈના રોજ સાંજે 4.40 કલાકે કાંદિવલી રેલવે સ્ટેશન પર લોકોની ભીડ વચ્ચે બની હતી. 

 

આ સમગ્ર ઘટના કાંદિવલી રેલવે સ્ટેશન પર લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં યુવક રેલવે પ્લેટફોર્મ પર કેટલાક લોકો સાથે મસ્તી કરતો જોવા મળે છે. આ દરમિયાન યુવક અચાનક પ્લેટફોર્મ પરથી ટ્રેક તરફ ઝૂકી જાય છે અને તે જ સમયે યુવક પાછળથી આવતી લોકલ ટ્રેન(Local Train)ની અડફેટે આવતાં તે ક્યાંય સુધી ધસડાયો હતો.

આ સમાચાર પણ વાંચો :  શું તમે જાણો છો તમારી ટ્રેન મોડી કેમ પડે છે- રેલવે પોલીસે 14 દિવસમાં આટલા લોકો સામે ચેન પુલિંગના કેસ નોંધાયા- જાણો વિગત

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો અનુસાર, આ ઘટનામાં ઘાયલ થયેલ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હાલ રેલવે પોલીસ આ યુવાન સાથે રહેલાં અન્ય છોકરાઓ કોણ હતા અને તે ક્યાંથી આવેલા તેમજ તેણે આત્મહત્યા કરી એ આકસ્મિક મૃત્યુ છે, તે અંગે વધુ તપાસ કરી રહી છે. જોકે અત્યાર સુધી તો મૃતકની ઓળખ થઈ શકી નથી. તેમજ તેની પાસેથી કોઈ દસ્તાવેજ, સ્યુસાઈડ નોટ, મોબાઈલ ફોન જેવું કંઈજ મળ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર-રવિવારે સાંતાક્રુઝ અને ગોરેગાંવ રેલવે સ્ટેશન વચ્ચે રહેશે આટલા કલાકનો જમ્બો બ્લોક

Exit mobile version