Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ભર બજારમાં છોકરીના હોઠ પર લગાવી 100ની નોટ, કહ્યું-આટલો ભાવ કેમ ખાય છે? હવે રોડ સાઈડ રોમિયોને મળી આ સજા

Mumbai man sentenced to one year in jail for rubbing Rs 100 note on minor's lips

મુંબઈમાં ભર બજારમાં છોકરીના હોઠ પર લગાવી 100ની નોટ, કહ્યું-આટલો ભાવ કેમ ખાય છે? હવે રોડ સાઈડ રોમિયોને મળી આ સજા

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં POCSO એક્ટની વિશેષ અદાલતે સગીર પર અશ્લીલ ટિપ્પણી કરવા બદલ એક વ્યક્તિને એક વર્ષની જેલની સજા ફટકારી છે. શખ્સે એક સગીર બાળકીના હોઠ પર 100 રૂપિયાની નોટ લગાવી અને તેને કહ્યું, “તું આટલો ભાવ કેમ ખાય છે?” આ કેસમાં, પોલીસે આ કેસમાં શખ્સને સગીરનો વિનયભંગ કરવો અને તેનું યૌન ઉત્પીડન કરવાનો દોષી જાહેર કર્યો.

Join Our WhatsApp Channel

જોકે, 32 વર્ષીય દોષિતને સજા સંભળાવતી વખતે, કોર્ટે ધ્યાનમાં લીધું હતું કે તેનો પરિવાર, તેના પર નિર્ભર છે અને તેની માતા કેન્સરની દર્દી છે. સ્પેશિયલ ન્યાયાધીશ એસસી જાધવે કહ્યું આ કોર્ટ નું કર્તવ્ય છે કે તે અપરાધની ગંભીરતા અને સજાની માંગને જોતા યોગ્ય સજા આપે. સ્પેશિયલ સરકારી વકીલ વીણા શેલારે આરોપીને સજા અપાવવા માટે જે સાક્ષીઓનો હવાલો આપ્યો, તેમાં છોકરી, તેની મા અને એક પાડોશીનો સમાવેશ થાય છે.

વર્ષ 2017ની ઘટના છે

16 વર્ષની સગીરાએ કોર્ટમાં જણાવ્યું કે 13 જુલાઈ 2017ની રાતે આઠ વાગ્યે તે પોતાના પાડોશી સાથે બજાર ગઈ હતી. તેણે કહ્યું કે આરોપીએ તેનો પીછો કર્યો. રસ્તામાં તેને અટકાવી અને તેની પાસે આવ્યો. શખ્સે તેના હોઠ પર 100 રૂપિયાની નોટ મૂકી.

આ સમાચાર પણ વાંચો :  Stroke Symptoms: જો અચાનક વિચારવામાં કે બોલવામાં તકલીફ થાય તો સમજવું કે તમને સ્ટ્રોક આવવાનો છે! કેવી રીતે બચાવ કરવો તે જાણો

ઘરે આવીને માતાને આખી વાત કહી

સગીરે જણાવ્યું કે જ્યારે તેણીએ ગુસ્સામાં આરોપી તરફ જોયું તો તેણે કહ્યું, ‘તું આવું કેમ કરે છે, આટલો ભાવ કેમ ખાય છે’. તેણે કહ્યું કે તે ઘરે પરત ફરી અને પોતાની માને આપવીતી જણાવી. જે બાદ મા-દીકરી પોલીસ સ્ટેશન પહોંચી અને વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી.

આરોપીઓએ ધમકી આપી હતી

સગીરે પોતાના પુરાવામાં જણાવ્યું હતું કે આરોપી કોલેજ જતી વખતે તેની પાછળ આવતો હતો. તે તેના પર સીટી વગાડતો  અને કૉમેન્ટ પાસ કરતો. તેણે એ પણ સાક્ષી આપી કે તેણે તેની માને ચપ્પૂથી મારી નાખવાની ધમકી આપી હતી. સગીરની પાડોશીએ પણ તેના નિવેદનની પુષ્ટિ કરી હતી.

Western Express Highway Fatal Accidents વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બે ભયાનક અકસ્માત સગીર સહિત બેનાં કમકમાટીભર્યા મોત, પોલીસ તપાસ તેજ!
Khar Police Cyber Cell iPhone Recovery ખાર પોલીસ સાયબર સેલની પ્રશંસનીય કામગીરી ₹૧.૫૦ લાખનો ગુમ થયેલો iPhone 17 Pro Max શોધી મૂળ માલિકને પરત સોંપ્યો!
Three New Flyovers Mumbai મુંબઈગરાઓને દિવાળી ભેટ ૩ નવા ફ્લાયઓવરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ
CSMT Ceiling Collapse Mumbai મુંબઈના સીએસએમટી (CSMT) સ્ટેશને બુકિંગ હોલ પાસે છત ધરાશાયી ૨ મુસાફરો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા!
Exit mobile version