ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં દર વર્ષે મુંબઈ મેરેથોન ની ધૂમ હોય છે. દોડવીરો આમાં ભાગ લેવાનું ચૂકતા નથી. આટલું જ નહીં અનેક સેલિબ્રિટીઓ, નેતાઓ અને ખેલ વિશ્વ થી જોડાયેલા લોકો પણ મુંબઈ મેરેથોનમાં ભાગ લેતા હોય છે.આ મેરેથોન કોરોના ને કારણે યોજાશે કે નહીં તે સંદર્ભે ચર્ચાએ જોર પકડયું હતું.હવે આખી વાત પરથી પડદો ઉઠી ગયો છે અને મુંબઈ મેરેથોન આ વર્ષે ૩૦ મેના રોજ યોજાશે.
જોકે આ વખતે મેરેથોનમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. સરકારી નિયમો નું પાલન કરતા પ્રો કેમ ઇન્ટરનેશનલ on ground ઇવેન્ટ, મર્યાદિત સ્પર્ધકો, અડધી મેરેથોન અને ૧૦ કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
આર એસ ના નિયમો નું ફોર્મેટ રજીસ્ટ્રેશન ની માહિતી તેમજ અન્ય વિગતો મોબાઇલ એપ્લિકેશન ટી. એમ.એમ 2021 ના માધ્યમથી મળી શકશે.
