Site icon

મુંબઈનાં મેયરનો યુ ટર્ન; કહ્યું : અમે કદી મુંબઈમાં પાણી નહીં ભરાય એવો દાવો કર્યો જ નથી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર                         

મુંબઈમાં આ વર્ષે 104 ટકા નાળાસફાઈ થઈ ગઈ છે અને મુંબઈમાં આ વર્ષે પાણી નહીં ભરાશે એવા મુંબઈ મહાનગરપાલિકાના તથા મુંબઈનાં મેયરના  દાવા પર પહેલાં જ વરસાદે પાણી ફેરવી દીધું છે. મુશળધાર વરસાદમાં મુંબઈ જળબંબાકર થઈ ગઈ છે. મોટા ભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયાં છે. પાલિકા પ્રશાસનની નાળાસફાઈના કામ પર માછલાં ધોવાઈ રહ્યાં છે. ચોતરફથી ટીકા થઈ રહી છે, ત્યારે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે મુંબઈમાં પાણી ભરાશે નહીં એવો અમે કદી દાવો કર્યો જ ન હોવાનું કહીને યુ ટર્ન માર્યો છે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મેયરે કહ્યું હતું કે મુંબઈમાં પાણી ભરાશે જ નહીં એવો દાવો અમે કોઈ દિવસ કર્યો નથી. મુંબઈમાં ચાર કલાક કરતાં વધુ સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહે તો અમારા પર આરોપ કરવો યોગ્ય રહેશે. 

ઘાટકોપરથી અમર મહેલ પહોંચતાં લાગે છે 50 મિનિટ, ઠેરઠેર ટ્રાફિકજામ; જાણો વિગત

મુંબઈમાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં. જેમાં બપોર બાદ પણ પરિસ્થિતમાં કોઈ સુધારો નહોતો, ત્યારે પાણી ભરાવા માટે સતત પડી રહેલા વરસાદની સાથે જ દરિયામાં રહેલી ભરતીને  જવાબદાર ગણાવીને મેયરે પોતાના હાથ ઉપર કરી દીધા હતા. બાદમાં જોકે સફાઈ આપતાં કહ્યું હતું કે પહેલાં અતિવૃષ્ટિ દરમિયાન ચાર-પાંચ દિવસ સુધી મુંબઈ ઠપ્પ થઈ જતી હતી. હવે પહેલાં જેવું નથી. દરિયામાં ઓટની સાથે જ પાણીનો નિકાલ શરૂ થઈ જશે.

Terror at Juhu Beach: જુહુ ચોપાટી પર આતંક: ગેરકાયદે ફોટોગ્રાફરોએ પ્રવાસીને માર મારી લોહીલુહાણ કર્યો.
Mumbai Police: અંધેરી પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોર ગેંગને દબોચી: ₹18 લાખની 9 મોંઘીદાટ બાઈક રિકવર; સાકીનાકાથી 3 આરોપીઓ ઝડપાયા.
Savoir Studio: કર્ણ માર્કેટિંગ વોરફેર એલએલપી દ્વારા તુર્ભેમાં ‘સવોર સ્ટુડિયો’નું ભવ્ય ઉદઘાટન
Parle-G Factory Mumbai: મુંબઈની હવામાંથી હવે નહીં આવે પાર્લે-જીની સુગંધ! 87 વર્ષ જૂની ઐતિહાસિક ફેક્ટરી થશે જમીનદોસ્ત; જાણો ₹3,961 કરોડનો નવો આલીશાન પ્લાન.
Exit mobile version