Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનાં મેયરનો યુ ટર્ન; કહ્યું : અમે કદી મુંબઈમાં પાણી નહીં ભરાય એવો દાવો કર્યો જ નથી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર                         

મુંબઈમાં આ વર્ષે 104 ટકા નાળાસફાઈ થઈ ગઈ છે અને મુંબઈમાં આ વર્ષે પાણી નહીં ભરાશે એવા મુંબઈ મહાનગરપાલિકાના તથા મુંબઈનાં મેયરના  દાવા પર પહેલાં જ વરસાદે પાણી ફેરવી દીધું છે. મુશળધાર વરસાદમાં મુંબઈ જળબંબાકર થઈ ગઈ છે. મોટા ભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયાં છે. પાલિકા પ્રશાસનની નાળાસફાઈના કામ પર માછલાં ધોવાઈ રહ્યાં છે. ચોતરફથી ટીકા થઈ રહી છે, ત્યારે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે મુંબઈમાં પાણી ભરાશે નહીં એવો અમે કદી દાવો કર્યો જ ન હોવાનું કહીને યુ ટર્ન માર્યો છે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મેયરે કહ્યું હતું કે મુંબઈમાં પાણી ભરાશે જ નહીં એવો દાવો અમે કોઈ દિવસ કર્યો નથી. મુંબઈમાં ચાર કલાક કરતાં વધુ સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહે તો અમારા પર આરોપ કરવો યોગ્ય રહેશે. 

ઘાટકોપરથી અમર મહેલ પહોંચતાં લાગે છે 50 મિનિટ, ઠેરઠેર ટ્રાફિકજામ; જાણો વિગત

મુંબઈમાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં. જેમાં બપોર બાદ પણ પરિસ્થિતમાં કોઈ સુધારો નહોતો, ત્યારે પાણી ભરાવા માટે સતત પડી રહેલા વરસાદની સાથે જ દરિયામાં રહેલી ભરતીને  જવાબદાર ગણાવીને મેયરે પોતાના હાથ ઉપર કરી દીધા હતા. બાદમાં જોકે સફાઈ આપતાં કહ્યું હતું કે પહેલાં અતિવૃષ્ટિ દરમિયાન ચાર-પાંચ દિવસ સુધી મુંબઈ ઠપ્પ થઈ જતી હતી. હવે પહેલાં જેવું નથી. દરિયામાં ઓટની સાથે જ પાણીનો નિકાલ શરૂ થઈ જશે.

Mumbai Police Returns Stolen Property મુંબઈ પોલીસે ₹૧.૭૩ કરોડથી વધુનો ચોરાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો…
Vikhroli Fatal Bike Accident મુંબઈના વિક્રોલીમાં બાઇક સ્લીપ થતાં ૧૯ વર્ષીય યુવાનનું કરુણ મોત ગણેશ દર્શન કરીને ઘરે પરત ફરતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત
Juhu Beach Missing Toddler Reunited જુહુ ચોપાટી પર ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન મુંબઈ પોલીસની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
Mumbai Metro Line Morning Block મુંબઈ મેટ્રો લાઇન ૨A, ૭ અને ૯ પર ૧૦ દિવસનો સવારનો બ્લોક ૩ નવા સ્ટેશનોના ઈન્ટિગ્રેશન માટે સેવાઓ પ્રભાવિત
Exit mobile version