Site icon

લો બોલો -હવે મુંબઈના ભૂતપૂર્વ મેયરને મળી જાનથી મારી નાખવાની ધમકી- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષે એક અલગ જ વળાંક લીધો છે. હવે મુંબઈના ભૂતપૂર્વ મેયર(Former mayor) કિશોરી પેડણેકરને(Kishori Pednekar) જાનથી મારી નાખવાની ધમકી(Death threat) મળી હોવાનું સામે આવ્યું છે. કિશોરી પેડણેકરને ધમકી ભર્યો પત્ર મળતા ખળભળાટ મચી ગયો હતો. પેડણેકરને મળેલો પત્ર અત્યંત ગંદી ભાષામાં હોઈ તેઓએ બહુ જલદી પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી(FIR Filed) હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેનાના નેતા(Shiv Sena leader) કિશોરી પેડણેકરે મિડિયાને જણાવ્યું કે તેમને મળેલા પત્રની તેઓ પોલીસમાં ફરિયાદ નોંધાવશે. તેમણે કહ્યું કે આ વખતે તેમને જે ધમકી ભર્યો પત્ર મળ્યો છે તે ખૂબ જ ગંદી ભાષામાં છે અને આ પત્રમાં તેમને ધમકી આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે BMC જાગી- બોરીવલીના ખુલ્લા મુકાયેલા ફ્લાયઓવરને ગુણવત્તા સામે સવાલ થતા આપી આ સ્પષ્ટતા- જાણો વિગત

કિશોરી પેડણેકરે કહ્યું હતું કે સવારે તેઓ પાલિકા અધિકારીઓ(Municipal officials) સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે લોઅર પરેલમાં તેમના ઘરે એક છોકરી આવીને પત્ર આપી ગઈ હતી. આ પત્ર બ્લુ શાહી પેનથી લખાયેલ છે. પેડણેકરે કહ્યું હતું કે અમે આ પત્રથી ડર્યા નથી.

પત્રમાં એવું લખવામાં આવ્યું છે કે “હું વિજેન્દ્ર મ્હાત્રે(Vijendra Mhatre), જય મહારાષ્ટ્ર સાયબર કાફે(Jai Maharashtra Cyber Cafe), મહારાષ્ટ્ર બેંક(Bank of Maharashtra), ઉરણથી બોલી રહ્યો છું. હવે હું તમને લેખિતમાં મોકલી રહ્યો છું. સરકાર પડવા દો નહીં તો હું તને મારી નાખીશ. આ  પત્ર મેં મોકલ્યો હતો. તારે જે કરવું હોય તે કર, ઉદ્ધવ ઠાકરેને જઈને કહે."
 

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version