Site icon

મુંબઈના પ્રથમ નાગરિક એટલે કે મેયર કિશોરી પેડણેકર કોરોના બાધીત થયા… જાણો વિગત.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 સપ્ટેમ્બર 2020

મુંબઈના મેયર કિશોરી પેડણેકરનો કોરોના ટેસ્ટ રિપોર્ટ સકારાત્મક આવ્યો છે. જેની માહિતી તેમણે ટ્વીટ દ્વારા આપી છે. તેમણે ટ્વિટ કર્યું, "મેં કોવિડ એન્ટિજન ટેસ્ટ કરાવી હતી જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોનાના કોઈ લક્ષણો દેખાયા ન હતાં. આમ છતાં મેં ટેસ્ટ કરાવાનું નક્કી કર્યું હતું. હવે ડૉક્ટરની સલાહથી હું જાતે થઈ હોમ કવોરોન્ટીન થઈ રહી છું. તમારી શુભેચ્છાઓ અને આશીર્વાદો સાથે, હું ટૂંક સમયમાં મુંબઇકરોની ફરી સેવા શરૂ કરીશ."  સાથે જ તેમણે તેમના સંપર્ક માં આવેલ બધા સાથીદારોને સાવચેત રહેવા કહ્યું છે. " 

પેડણેકરની નજીકના એક સ્ત્રોતે માહિતી આપી હતી કે,  પેડણેકરને તાવ કે કફ નથી પરંતુ માથાનો દુખાવો અને શરીરમાં ખૂબ દુખાવો થતો હતો. તેમણે સ્વેબ ટેસ્ટ પણ કરાવી છે જેનું પરિણામ આવતીકાલે આવશે.. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કિશોરી પેડણેકરના ભાઈને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમાં તેનું મોત નીપજ્યું હતું.

દરમિયાન, બુધવારે મુંબઈમાં કોરોના વાયરસના 2227 નવા કેસ નોંધાયા છે અને આ સાથે જ શહેરમાં કુલ કેસની ગણતરી 1,60,744 પર પહોંચી ગઈ છે. ઉપરાંત, 43 દર્દીઓ વાયરસથી મૃત્યુ પામ્યા હતા, ત્યાર વાળ મૃત્યુની સંખ્યા હોવી 7,982 થઈ છે. જ્યારે આજદિન સુધીમાં 1,26,745 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે અને શહેરમાં સક્રિય કેસની સંખ્યા હવે 25,659 થઈ ગઈ છે. પરંતુ રાહતની વાત એ છે કે મુંબઈનો રિકવરી રેટ વધ્યો છે.

Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Thane Crime: થાણેમાં ક્રૂરતાની હદ: સગીર પ્રેમીએ ઝઘડામાં પ્રેમિકાને સળગાવી, યુવતીની હાલત નાજુક.
Danish Chikna: દાઉદનો સાથી પકડાયો! NCB એ ગેંગસ્ટર ની ગોવાથી કરી ધરપકડ, મુંબઈમાં મોટી કાર્યવાહી.
Exit mobile version