ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
કોરોના ની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને મુંબઇના મેયર કિશોરી પેડનેકર વરિષ્ઠ નાગરિકોને વહેલામાં વહેલી તકે વેક્સિન લઈ લેવાની વિનંતી કરી છે, આ સંદર્ભે મુંબઈના મેયર દહીસર ચેકનાકા ખાતે વેક્સિન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે કેન્દ્ર અને અમુક સૂચનો પણ કર્યા હતા.
વરિષ્ઠ નાગરિકોને બેસવા માટે વધારેમાં વધારે ખુરશીઓ ,પંખા ની સગવડ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. તે સાથે જ આ કાર્ય કરવા માટે 10થી 12 સ્વયંસેવકોને નિયુક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.જેથી તેઓ વેક્સીન લેવા આવનાર વરિષ્ઠ નાગરિકો નું ધ્યાન રાખી શકે.