Site icon

Mumbai Mega Block : મુંબઈમાં રવિવારે મેગા બ્લોક, સેન્ટ્રલ અને હાર્બર લાઇનની લોકલ ટ્રેન સેવાઓ થશે પ્રભાવિત; ચેક કરો શેડ્યુલ..

Mumbai Mega Block : Central Railway Announces Mega Block For Maintenance Work On Suburban Sections On September 1

Mumbai Mega Block : Central Railway Announces Mega Block For Maintenance Work On Suburban Sections On September 1

 News Continuous Bureau | Mumbai

રવિવાર એટલે રજાનો દિવસ.. જો તમે રવિવારે લોકલ ટ્રાવેલ પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે.  મધ્ય રેલવેએ 1 સપ્ટેમ્બર, રવિવારના રોજ માટુંગાથી મુલુંડ અને કુર્લાથી વાશી વચ્ચે બ્લોક જાહેર કર્યો છે. રેલવે ટ્રેકની સાથે સિગ્નલની જાળવણી બ્લોક સમયમાં કરવામાં આવે છે. જેના કારણે કેટલીક લોકલ ટ્રેનો રદ થશે અને કેટલીક લોકલ ટ્રેનો મોડી પડશે.  

 Mumbai Mega Block : મધ્ય રેલવે

સ્ટેશન – માટુંગા થી મુલુંડ

માર્ગ – સ્લો અપ અને ડાઉન 

સમય – સવારે 11.05 થી બપોરે 3.55 સુધી

પરિણામ – સ્લો રૂટ પર અપ અને ડાઉન લોકલ બ્લોક સમયમાં ફાસ્ટ રૂટ પર ચાલશે. જેના કારણે કેટલીક લોકલ કેન્સલ થશે અને કેટલીક લોકલ ટ્રેનો 20 મિનિટ મોડી પડશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train Update: મુંબઈમાં આ સ્ટેશન નજીક ઓવરહેડ વાયર તૂટ્યો, લોકલ ટ્રેનનો ટ્રાફિક ખોરવાયો; મુસાફરો અટવાયા..

Mumbai Mega Block : હાર્બર રેલ્વે

સ્ટેશન – કુર્લા થી વાશી

રૂટ – અપ અને ડાઉન 

સમય – સવારે 11.10 થી 4.10 સુધી

પરિણામ – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ/બેલાપુર/વાશી વચ્ચેની અપ અને ડાઉન લોકલ ટ્રિપ્સ રદ રહેશે. CSMT થી કુર્લા અને પનવેલ થી વાશી વચ્ચે વિશેષ લોકલ ટ્રેનો ચલાવવામાં આવશે. જેના કારણે હાર્બર રૂટ પર લોકલ ટ્રેનો મોડી દોડશે. થાણેથી વાશી/નેરુલ રૂટ પર સમયપત્રક મુજબ લોકલ ઉપલબ્ધ રહેશે.

Mumbai Mega Block :  મુંબઈવાસીઓની લાઈફલાઈન કામગીરી ઝડપી

મુંબઈ અને ઉપનગરોમાં પ્રવાસીઓની લાઈફલાઈન ગણાતી લોકલની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે નવા રૂટ બનાવવાની કામગીરીને વેગ મળશે. આ કામ બૃહદ મુંબઈમાં 12 પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 16 હજાર કરોડના 303 કિલોમીટરના નવા ટ્રેકના નિર્માણમાં ઝડપ આવશે. તેમણે ઉલ્લેખ કર્યો કે બૃહદ મુંબઈના વધતા વિસ્તરણને ધ્યાનમાં રાખીને નવા કોરિડોર બનાવવાનું કામ પ્રાથમિકતાના આધારે પૂર્ણ કરવામાં આવશે અને આ હેતુ માટે 16 હજાર 240 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

Exit mobile version