Site icon News Continuous Bureau | Mumbai

 Mumbai Mega block : મુંબઈગરાઓ, રવિવારે ત્રણેય રેલવે પર રહેશે મેગાબ્લોક! ઘરની બહાર નીકળતા પહેલા જાણો સમયપત્રક… નહીં તો થશે હેરાનગતિ 

 Mumbai Mega block :  મધ્ય રેલવેના મુંબઈ વિભાગે રવિવારે માટુંગાથી મુલુંડ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચૂનાભટ્ટી/બાંદ્રા વચ્ચે મેગાબ્લોક જાહેર કર્યા છે. પશ્ચિમ રેલવેએ માહિમથી ગોરેગાંવ વચ્ચે બ્લોક જાહેર કર્યો છે. 

 Mumbai Mega block : Central Railway announces no mega block on Main and Harbour Lines on sunday

 Mumbai Mega block : Central Railway announces no mega block on Main and Harbour Lines on sunday

News Continuous Bureau | Mumbai

 Mumbai Mega block : રવિવાર એટલે રજાનો દિવસ… જોકે આવતીકાલે રેલવેની ત્રણેય લાઇન પર 10/9/2024 ના રોજ મેગાબ્લોક હાથ ધરાશે. આ બ્લોક દરમિયાન વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણીના કામો હાથ ધરવામાં આવશે. મધ્ય રેલવેની માટુંગા-મુલુંડ અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન, જ્યારે હાર્બર લાઇન પર CSMT-ચુનાભટ્ટી/બાંદ્રે અપ અને ડાઉન લાઇનમાં મેગાબ્લોક હશે.  

Join Our WhatsApp Channel

Mumbai Mega block :  મધ્ય રેલવે 

સ્ટેશન- માટુંગાથી મુલુંડ રૂટ અપ અને ડાઉન ફાસ્ટ 

ટાઇમ – સવારે 11.30 થી બપોરે 3.05 વાગ્યા સુધી 

પરિણામ -બ્લોક લોકલ ટ્રેનોને ફાસ્ટ રૂટ પર ધીમા રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. જેના કારણે કેટલીક લોકલ ટ્રેનો રદ થશે અને કેટલીક લોકલ ટ્રેનો 20 મિનિટ મોડી પડશે.

Mumbai Mega block : હાર્બર રેલ્વે

સ્ટેશન- CSMT થી ચુનાભટ્ટી/બાંદ્રા રૂટનો અપ અને ડાઉન

 સમય – સવારે 11.10 થી 4.40 વાગ્યા સુધી 

પરિણામ – CSMT થી વાશી/નેરુલ/પનવેલ અને CSMT થી બાંદ્રા ગોરેગાંવ વચ્ચે ચાલતી અપ અને ડાઉન લોકલ ટ્રેનો રદ રહેશે. પનવેલ કુળ વચ્ચે ખાસ લોકલ ટ્રેન ચલાવવામાં આવશે. બેલાપુર-ખારકોપર-ઉરણ રૂટ પરની લોકલ ટ્રેનોને અસર થશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Election 2024: ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી, પાલઘરમાં અધધ આટલા કરોડથી વધુની રોકડ કરી જપ્ત; આરોપીની ધરપકડ.

Mumbai Mega block : પશ્ચિમ રેલ્વે

સ્ટેશન- માહિમથી ગોરેગાંવ હાર્બર રૂટનો અપ અને ડાઉન સ્લો 

સમય – સવારે 11.00 થી સાંજે 4.00 વાગ્યા સુધી 

પરિણામ – ચર્ચગેટથી ગોરેગાંવ, CSMT-બાંદ્રા, CSMT થી પનવેલ, CSMT થી ગોરેગાંવ વચ્ચેના રૂટ પર અપ અને ધીમી લોકલ બ્લોક સમય દરમિયાન રદ કરવામાં આવશે. બ્લોકને કારણે કેટલીક લોકેલ વિલંબ સાથે દોડશે. 

 

 

Western Express Highway Fatal Accidents વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બે ભયાનક અકસ્માત સગીર સહિત બેનાં કમકમાટીભર્યા મોત, પોલીસ તપાસ તેજ!
Khar Police Cyber Cell iPhone Recovery ખાર પોલીસ સાયબર સેલની પ્રશંસનીય કામગીરી ₹૧.૫૦ લાખનો ગુમ થયેલો iPhone 17 Pro Max શોધી મૂળ માલિકને પરત સોંપ્યો!
Three New Flyovers Mumbai મુંબઈગરાઓને દિવાળી ભેટ ૩ નવા ફ્લાયઓવરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ
CSMT Ceiling Collapse Mumbai મુંબઈના સીએસએમટી (CSMT) સ્ટેશને બુકિંગ હોલ પાસે છત ધરાશાયી ૨ મુસાફરો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા!
Exit mobile version