Site icon

Mumbai Mega Block : રવિવારે ફરવા જવાનું આયોજન છે? તો વાંચો આ સમાચાર, રેલવેની આ લાઈન પર રહેેશે મેગા બ્લોક… જાણો વિગતે અહીં.

Mumbai Mega Block : સેન્ટ્રલ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળની મુખ્ય, હાર્બર, ટ્રાન્સ હાર્બર લાઇન પર રવિવારે વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણીના કામો પૂર્ણ કરવા માટે મેગાબ્લોક લેવામાં આવશે.

Mumbai Mega Block Mega Block On Central Harbour And Trans Harbour Route

Mumbai Mega Block Mega Block On Central Harbour And Trans Harbour Route

  News Continuous Bureau | Mumbai 

Mumbai Mega Block : મુંબઈ લોકલ મુંબઈકરોની લાઈફલાઈન ગણાય છે… લાખો મુંબઈકર લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. પરંતુ જો તમે આવતીકાલે (રવિવારે) મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. જો તમે કાલે બહાર જવાના છો તો ઘરની બહાર નીકળતા પહેલા  આ સમાચાર વાંચો.

Join Our WhatsApp Community

ત્રણેય લાઈન પર મેગાબ્લોક  

આવતીકાલે એટલે કે રવિવારે મધ્ય, હાર્બર, ટ્રાન્સ હાર્બર રૂટ પર મેગાબ્લોક રહેશે. મધ્ય રેલવેની માટુંગા-મુલુંડ અપ અને ડાઉન સ્લો લાઇન પર સવારે 11.05 થી બપોરે 3.55 વાગ્યા સુધી મેગા બ્લોગ હશે. બ્લોક સમયગાળા દરમિયાન CSMT – થાણે વચ્ચે અપ અને ડાઉન ધીમી લાઈનો પર લોકલ અપને ઝડપી લાઈનો પર ડાયવર્ટ કરવામાં આવશે. આ લોકલ મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને શિવ સ્ટેશન પર રોકાશે.

 વાશી-નેરુલ અપ અને ડાઉન રૂટ પર મેગાબ્લોક 

ટ્રાન્સ હાર્બર રૂટ થાણેથી વાશી-નેરુલ અપ અને ડાઉન રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોગ હશે. વાશી – નેરુલ – પનવેલથી થાણે સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ટ્રાન્સ હાર્બર રૂટ પરની લોકલ સેવાઓ બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Western railway : સુવિધામાં વધારો, ગુજરાતના આ રેલવે મંડળ પર રેલ ટિકિટ ભાડાના પેમેન્ટ માટે QR કોડ ની સુવિધા ઉપલબ્ધ કરાઈ

માહિમથી અંધેરી અપ અને ડાઉન રૂટ પર મેગાબ્લોક  

હાર્બર રૂટ પર માહિમથી અંધેરી અપ અને ડાઉન રૂટ પર સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી મેગા બ્લોગ રહેશે. CSMT – બાંદ્રા અપ અને ડાઉન, CSMT – ગોરેગાંવ અપ અને ડાઉન તમામ લોકલ રદ કરવામાં આવશે.

Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Exit mobile version