Mumbai Mega Block: રવિવારે શું બહાર જવાનું આયોજન છે? તો વાંચો આ સમાચાર, રેલવેની ત્રેણય લાઈન પર રહેેશે મેગાબ્લોક.. ચેક કરો શિડ્યુલ

Mumbai Mega Block: મધ્ય રેલવેએ રવિવારે માટુંગાથી મુલુંડ અને પનવેલથી વાશી વચ્ચે મેગા બ્લોક જાહેર કર્યો છે. તેમજ પશ્ચિમ રેલવે પર શનિવારે મધરાતે બ્લોક લેવામાં આવશે

Mumbai Mega Block Mega Block On Central, Harbour, and Western Lines On Sunday; Check Details

Mumbai Mega Block Mega Block On Central, Harbour, and Western Lines On Sunday; Check Details

News Continuous Bureau | Mumbai 

Mumbai Mega Block: આવતી કાલે, એટલે કે રવિવાર 24મી ડિસેમ્બર 2023 ના રોજ, ઉપનગરીય રેલ્વે લાઇન ( Suburban Railway Line ) પર ટ્રેકનું સમારકામ (  Track repair ) અને સિગ્નલ સિસ્ટમમાં કેટલાક તકનિકી કાર્યો કરવા માટે ત્રણેય લાઇન પર મેગા બ્લોક ( Mega block )  લેવામાં આવશે. મધ્ય રેલવેએ ( Central Railway ) રવિવારે માટુંગાથી મુલુંડ અને પનવેલથી વાશી વચ્ચે મેગાબ્લોક જાહેર કર્યો છે. દરમિયાન આજે મધ્યરાત્રિ પછી પશ્ચિમ રેલવે ( Western Railway ) પર બોરીવલી અને ભાઈંદર વચ્ચે બ્લોક લેવામાં આવશે. રવિવારે ત્રણેય રૂટ પર મેગાબ્લોકના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાશે. તેથી શિડ્યુલ ચેક કર્યા બાદ જ બહાર નીકળજો. 

Join Our WhatsApp Community

મધ્ય રેલવે લાઇન પર માટુંગાથી મુલુંડ સ્ટેશન વચ્ચે, અપ અને ડાઉન લાઇન પર સવારે 11.05 થી બપોરે 3.55 વાગ્યા સુધી મેગાબ્લોક લેવામાં આવશે. બ્લોક સમયગાળા દરમિયાન અપ અને ડાઉન રૂટ પર ફાસ્ટ લોકલ ધીમી અપ-ડાઉન રૂટ પર દોડશે. આ સમયે, કેટલીક લોકલ ટ્રેનો ( local train ) રદ થશે અને કેટલીક નિર્ધારિત સમય કરતા મોડી દોડશે.

મધ્ય રેલવેએ માહિતી આપી છે કે બ્લોક પહેલા, છેલ્લી લોકલ સવારે 10.20 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ઉપડશે. આ બદલાપુરનું લોકલ છે. બ્લોક પછી, બદલાપુર માટે પહેલી લોકલ 3.39 વાગ્યે ઉપડશે,.

હાર્બર લાઇન પર પનવેલથી વાશી સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન રૂટ પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. આથી પનવેલથી CSMT અને થાણેથી પનવેલ અપ અને ડાઉન રૂટ પરની લોકલ ટ્રેનો રદ રહેશે. જો કે, આ સમયગાળા દરમિયાન CSMT થી વાશી, થાણે થી નેરુલ/વાશી અને બેલાપુર/નેરુલ થી ખારકોપર સુધીની લોકલ ટ્રિપ્સ ચાલુ રહેશે.

આ સમાચાર પણ વાંચો : forex reserves : દેશના અર્થતંત્ર માટે સારા સંકેત.. ભારતમાં વિદેશી હૂંડિયામણ વધ્યુ..જાણો આંકડા..

પનવેલ માટેની છેલ્લી લોકલ 10.17 વાગ્યે ઉપડશે અને અપ હાર્બર લાઇન પર બ્લોક પહેલાં CSMT સ્ટેશનથી 11.36 વાગ્યે પહોંચશે. બ્લોક પછી, પનવેલ માટે પ્રથમ લોકલ 4.10 વાગ્યે ઉપડશે અને 5.30 વાગ્યે પહોંચશે.

દરમિયાન, બોરીવલી અને ભાઈંદર સ્ટેશનો વચ્ચે પશ્ચિમ લાઇન પર, અપ અને ડાઉન ટ્રેક પર શનિવારે મધ્યરાત્રિ 12.35 અને રવિવારે સવારે 4.35 વાગ્યાની વચ્ચે મેગાબ્લોક લેવામાં આવશે.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version