Site icon

Mumbai Mega Block : મુંબઈમાં રવિવારે મેગા બ્લોક, સેન્ટ્રલ અને હાર્બર લાઇનની લોકલ ટ્રેન સેવાઓ થશે પ્રભાવિત; ચેક કરો શેડ્યુલ..

Mumbai Mega Block : એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામ માટે 18 ઑગસ્ટ 2024ના રોજ મેઈન લાઇન અને હાર્બર લાઇન પર મેગા બ્લૉક હશે. આ બ્લોક સવારે 10:50 થી બપોરે 3:20 વાગ્યા સુધી થાણે અને દિવા વચ્ચેની લાઇન 5 અને 6 ને અસર કરશે. આ સાથે આ બ્લોક મધ્ય, પશ્ચિમ અને હાર્બર લાઇનને પણ અસર કરશે.

Mumbai Mega Block : CR Mega Block On Harbour and Main Line On 29 Sept

Mumbai Mega Block : CR Mega Block On Harbour and Main Line On 29 Sept

News Continuous Bureau | Mumbai

  Mumbai Mega Block : લોકલ ટ્રેન મુંબઈગરાઓની લાઈફલાઈન ગણાય છે. લોકલ ટ્રેન દ્વારા દરરોજ લાખો લોકો કરે છે. દરમિયાન મુસાફરી કરતા મુંબઈવાસીઓ માટે મહત્વના સમાચાર છે.  મધ્ય રેલ્વેએ એન્જિનિયરિંગ કામો અને મેન્ટેનન્સના કારણે 18મી ઓગસ્ટ 2024, રવિવારે મેગા બ્લોકનું સંચાલન કરવાનો  નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન, ઘણી ટ્રેનો રદ કરવામાં આવશે અને ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે. રેલવેએ મુસાફરોની સુવિધા માટે અગાઉથી જ સમયપત્રક જાહેર કરી દીધું છે, જેથી મુસાફરો મુશ્કેલીથી બચી શકે. આવો જાણીએ બ્લોકની સંપૂર્ણ યોજના-

Join Our WhatsApp Community

  Mumbai Mega Block : આ ટ્રેનોના રૂટ ડાયવર્ટ

રવિવારે થાણે અને દિવા વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇન પર સવારે 10.50 થી બપોરે 3.20 વાગ્યા સુધી બ્લોક રહેશે. આ સમય દરમિયાન, બદલાપુર લોકલ (સીએસએમટી 09.46 કલાકે પ્રસ્થાન) થી આસનગાંવ લોકલ (સીએસએમટી 02.42 કલાકે પ્રસ્થાન) સુધીની ડાઉન ફાસ્ટ-સેમી ફાસ્ટ લોકલને થાણે અને કલ્યાણ સ્ટેશનો વચ્ચે ડાઉન સ્લો લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. નિર્ધારિત સ્ટેશનો સિવાય, આ બંને ટ્રેનો કલવા, મુંબ્રા અને દિવા સ્ટેશનો પર પણ ઉભી રહેશે. તે તેના નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ મોડી પહોંચશે.

  આ સમાચાર પણ વાંચો : Mumbai local train: વગર ટિકિટે એસી કોચમાં મુસાફરી કરી રહ્યો હતો યાત્રી, ટીટીએ તેને રોક્યો તો તેની સાથે કરી મારપીટ; પછી શું થયું? જુઓ વીડિયોમાં.

વધુમાં, અંબરનાથ લોકલ (કલ્યાણ 10.28 કલાકે પ્રસ્થાન) થી બદલાપુર લોકલ (કલ્યાણ 03.17 કલાકે પ્રસ્થાન) સુધીની અપ ફાસ્ટ-સેમી ફાસ્ટ લોકલને કલ્યાણ અને થાણે સ્ટેશનો વચ્ચે અપ સ્લો લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. નિર્ધારિત સ્ટેશનો સિવાય, તે દિવા, મુંબ્રા અને કલવા સ્ટેશન પર રોકાશે. થાણે સ્ટેશન પર ટ્રેનને ફરીથી અપ ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો પણ તેમના નિર્ધારિત સમય કરતા 10 મિનિટ મોડી પહોંચશે.

  Mumbai Mega Block : આ ટ્રેનો રદ કરવામાં આવી

આ સાથે જ સેન્ટ્રલ રેલવેએ મેઈન્ટેનન્સના કામને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કરી છે. આ સમયગાળા દરમિયાન, અપ હાર્બર લાઇન સવારે 11:10 થી સાંજના 4:10 સુધી અને ડાઉન હાર્બર લાઇન સીએસએમટી મુંબઈ અને ચુનાભટ્ટી-બાંદ્રા સ્ટેશનો વચ્ચે સવારે 11:40 થી સાંજે 4:40 સુધી બ્લોક રહેશે. આ સમયગાળા દરમિયાન, વાશી-બેલાપુર-પનવેલ માટે ડાઉન હાર્બર લાઇન સેવાઓ સવારે 11:16 થી સાંજના 4:47 સુધી સીએસએમટી મુંબઈથી ઉપડનારી અને બાંદ્રા-ગોરેગાંવ માટે ડાઉન હાર્બર લાઇન સેવાઓ સવારે 10:48 થી સાંજે 4:43 સુધી રદ કરવામાં આવશે . 

આ ઉપરાંત, સીએસએમટી મુંબઈ માટે અપ હાર્બર લાઇન સેવાઓ પનવેલ-બેલાપુર-વાશીથી સવારે 9:53 થી બપોરે 3:20 સુધી ઉપડનારી અને ગોરેગાંવ-બાંદ્રાથી સીએસએમટી મુંબઈ માટે સવારે 10:45 થી સાંજના 5:13 સુધી ઉપડનારી અપ હાર્બર લાઇન સેવાઓ રદ રહેશે.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version