Site icon

મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા કૃપયા ધ્યાન દે. આવતીકાલે હાર્બર અને મધ્ય રેલવે પર આટલા કલાકનો રહેશે મેગા બ્લોક, આ રૂટની સેવા રહેશે બંધ

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ રેલવે(Central railway) મુંબઈ ડિવિઝન પર આવતીકાલે એટલે કે રવિવારે (8 મે) વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો માટે મેગા બ્લોક(Mega block) રહેશે. 

Join Our WhatsApp Community

સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી માટુંગા – મુલુંડ અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર મેગા બ્લોક. (Matunga and Mulund on the UP and down fast line) સવારે 10.25 થી બપોરે 3.39 વાગ્યા સુધી સીએસએમટી(CSMT)થી ઉપડતી ડાઉન ફાસ્ટ ટ્રેનોને માટુંગાથી ડાઉન સ્લો લાઇનમાં ડાયવર્ટ કરવામાં આવશે અને માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચે તેમના નિર્ધારિત હોલ્ટ્સ મુજબ રોકાશે. થાણેથી ફાસ્ટ ટ્રેનોને મુલુંડ ખાતે ડાઉન ફાસ્ટ લાઇન પર ફરીથી ડાયવર્ટ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સૌ કોઈને મળશે પાણી, આજથી આવશે આ નવી પોલિસી અમલમાં.. જાણો વિગતે.

થાણેથી સવારે 10.50 થી બપોરે 3.46 વાગ્યા સુધી ઉપડતી અપ ફાસ્ટ ટ્રેનોને મુલુંડ ખાતે અપ સ્લો લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને મુલુંડ અને માટુંગા સ્ટેશનો પર તેમના નિર્ધારિત હોલ્ટ્સ મુજબ રોકાશે. માટુંગા ખાતે ફરીથી અપ ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.

સવારે 11.10 થી સાંજના 4.10 વાગ્યા સુધી વાશી/બેલાપુર/પનવેલ માટે સીએસએમટી/વડાલા રોડથી ઉપડતી હાર્બર લાઇન ટ્રેનો અને બાંદ્રા/ગોરેગાંવ માટે CSMTથી સવારે 10.48 થી સાંજે 4.43 વાગ્યા સુધી ડાઉન હાર્બર લાઇન ટ્રેનો સ્થગિત રહેશે. સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી પનવેલ/બેલાપુર/વાશીથી સીએસએમટી માટે ઉપડતી હાર્બર લાઇનની ટ્રેનો અને ગોરેગાંવ/બાંદ્રાથી સીએસએમટી(CSMT) માટે સવારે 10.45 થી સાંજના 5.13 વાગ્યા સુધી ઉપડતી હાર્બર લાઇન(Harbor line) ટ્રેનો સ્થગિત રહેશે. જોકે, બ્લોક સમયગાળા દરમિયાન પનવેલથી કુલા (પ્લેટફોર્મ નં.8) વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના ડ્રીમ પ્રોજેક્ટ પર પડશે હથોડો? હાઈ કોર્ટે આપ્યો આ આદેશ.. જાણો વિગતે. 

Kandivali Charkop Accident: કાંદિવલીમાં કાળમુખા ડમ્પરની સ્કૂટીને જોરદાર ટક્કર: ચારકોપ પેટ્રોલ પંપ પાસે અકસ્માત; ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ.
Extortion at Groundbreaking Ceremony: મુંબઈના હિલ રોડ પર ભૂમિ પૂજનમાં ટ્રાન્સજેન્ડરોનો હોબાળો: ₹૫.૫ લાખની ખંડણી માંગતા ૪ની ધરપકડ.
BMC Encroachment Drive Dadar: દાદર, માટુંગા અને પરેલમાં ફૂટપાથ પરથી અતિક્રમણનો સફાયો; રાહદારીઓને મળશે અવરોધમુક્ત રસ્તો.
Tragic Suicide in Kalyan: કલ્યાણમાં બેંક કર્મચારીનો આત્મઘાતી અકાળ: ‘રેબીઝ’ થઈ જશે તેવા ભય અને માનસિક તણાવમાં યુવાને ટૂંકાવ્યું જીવન.
Exit mobile version