Site icon

Mumbai Mega Block : મુંબઈની આ લાઈનો પર રહેશે બે દિવસીય રાત્રી વિશેષ બ્લોક.. જાણો સંપુર્ણ શેડ્યુલ..

Mumbai Mega Block : બ્લોક પહેલાની છેલ્લી લોકલ CSMT-કસારા મધ્યરાત્રિએ 12.14 વાગ્યે દોડશે. બ્લોક બાદ પ્રથમ લોકલ સીએસએમટી-કર્જત લોકલ સવારે 4.47 કલાકે દોડશે. બ્લોક પહેલાની છેલ્લી લોકલ કલ્યાણ-CSMT લોકલ રાત્રે 10.34 કલાકે ચાલશે.

Mumbai Mega Block Two day night special block will be taken for infrastructure works on Central Railway.

Mumbai Mega Block Two day night special block will be taken for infrastructure works on Central Railway.

News Continuous Bureau | Mumbai

Mumbai Mega Block : સેન્ટ્રલ રેલવે ( Central Railway ) પર CSMT ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ માટે બે દિવસનો રાત્રિ વિશેષ બ્લોક લેવામાં આવ્યો છે. શુક્ર-શનિવાર અને શનિવાર-રવિવારે 12.30 AM થી 4.30 AM (બંને દિવસે 4 કલાક) ભાયખલા-CSMT સ્ટેશનો વચ્ચે ધીમી લાઇન પર અપ અને ડાઉન અને વડાલા રોડ-CSMT સ્ટેશનો વચ્ચે હાર્બર લાઇન પર અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર બ્લોક હશે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. 

Join Our WhatsApp Community

બ્લોક પહેલાની છેલ્લી લોકલ CSMT-કસારા મધ્યરાત્રિએ 12.14 વાગ્યે દોડશે. બ્લોક બાદ પ્રથમ લોકલ સીએસએમટી-કર્જત લોકલ સવારે 4.47 કલાકે દોડશે. બ્લોક પહેલાની છેલ્લી લોકલ કલ્યાણ-CSMT લોકલ રાત્રે 10.34 કલાકે ચાલશે. બ્લોક બાદ પ્રથમ લોકલ થાણે-સીએસએમટી લોકલ ( Local Train ) સવારે 4 વાગ્યે દોડશે.

Mumbai Mega Block : હાર્બર લાઈન પર બ્લોક પહેલાની પ્રથમ લોકલ બપોરે 12.13 વાગ્યાની સીએસએમટી – પનવેલ લોકલ ચાલશે. ..

હાર્બર લાઈન ( Harbor Line ) પર બ્લોક પહેલાની પ્રથમ લોકલ બપોરે 12.13 વાગ્યાની સીએસએમટી – પનવેલ લોકલ ચાલશે. બ્લોક પછીની પહેલી લોકલ સવારે 4.52 વાગ્યે સીએસએમટી-પનવેલ લોકલ દોડશે. બ્લોક પહેલાની છેલ્લી લોકલ પનવેલ-CSMT લોકલ રાત્રે 10.46 કલાકે ચાલશે. બ્લોક બાદ પ્રથમ લોકલ બાંદ્રા-સીએસએમટી લોકલ સવારે 4.17 કલાકે ચાલશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Fire: મુંબઈના માત્ર આઠ કલાકમાં અલગ અલગ આટલી આગની ઘટનાઓ નોંધાઈ.

બ્લોક સમયગાળા દરમિયાન, હાવડા-CSMT અતિજલદ એક્સપ્રેસ, મડગાંવ-CSMT જનશતાબ્દી એક્સપ્રેસ, મડગાંવ-CSMT તેજસ એક્સપ્રેસ, અમૃતસર-CSMT એક્સપ્રેસ, ભુવનેશ્વર-મુંબઈ કોણાર્ક એક્સપ્રેસ, હાવડા-CSMT મેલ માત્ર દાદર સુધી જ દોડશે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version